News of Tuesday, 10th March 2026
જુનાગઢ સહિત સોરઠમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર
સવારથી જ સૂર્યદેવતા કોપાયમાન થતા લોકો ત્રાહિમામ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૦: જુનાગઢ સહિત સોરઠમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ જતા લોકો ત્રાહિમામ થઇ ગયા છે. આજે સવારથી જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ જતા ગઈકાલની જેમ આજે પણ રહેતા બપોરે મહતમ તાપમાન ૪૧ ડિગ્રીએ સ્થિર રહેવાની શકયતા છે. રવિવારથી સૂર્યનારાયણએ આકરો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. આજે સતત ત્રીજા દિવસે પણ સવારથી અગ્નિવર્ષા શરૂ થઈ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ઉનાળાની શરૂઆતમાં છેલ્લા બે દિવસથી આકરી ગરમી શરૂ થતા લોકો ત્રાહિમામ થઇ ગયા છે. ત્યારે જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વથી પવન ફૂંકાતા ગરમી વધશે અને આગામી ગુરુવાર ૧૨ માર્ચ સુધી જૂનાગઢ સહિત સોરઠમાં મહતમ તાપમાન ૪૦ થી ૪૧ ડિગ્રી વચ્ચે રહેવાની શકયતા હોય હીટવેવ રહેશે. આ સંજોગોમાં લોકોએ આરોગ્યની કાળજી લેવા સલાહ આપવામાં આવી હતી.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
