<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પોરબંદરમાં ફૂડ સેફટી ટીમે ૨૮ સ્‍થળોએ દુધ અને મીઠાઇ સહિત ખાદ્ય પદાર્થોના નમૂના લીધા

ફૂડ રજીસ્‍ટ્રેશન માટેની ૫૬ અરજીઓ અને ઔષધ નિયમન તંત્રએ મંજૂર કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦: ફૂડ સેફ્‌ટી વિભાગ દ્વારા ૨૮ ખાદ્ય નમૂનાઓ લેવાયા હતાં. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ રજિસ્‍ટ્રેશન મેળવવા માટે  આવેલી કુલ ૫૬ અરજીઓને મંજૂરી આવી ફૂડ રજીસ્‍ટ્રશેન કર્યુ હતું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પોરબંદર હેઠળ કાર્યરત ફૂડ સેફ્‌ટી ઓફિસર દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન જિલ્લામાં ખાદ્ય સુરક્ષા સુનિશ્‍ચિત કરવા માટે વિવિધ પ્રકારની ખાદ્ય ચીજવસ્‍તુઓના નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા તેમજ ખાદ્ય ચીજવસ્‍તુઓના ઉત્‍પાદન અને વેચાણ સાથે સંકળાયેલ પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

જિલ્લામાં ફેબ્રુઆરી માસ દરમિયાન દૂધ અને દૂધની બનાવટો (મીઠાઈ)ના ૭, પનીરના ૨, ઘીના ૧, દ્રાક્ષના ૩, ખજૂરના ૪, ખાદ્ય તેલના ૪, વપરાયેલ તેલના ૪ અને સોયા ટોફૂનો ૧ એમ કુલ મળી ૨૮ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા.આ ઉપરાંત ખાદ્ય વ્‍યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા ફૂડ રજિસ્‍ટ્રેશન મેળવવા માટે કરવામાં આવેલી કુલ ૫૬ અરજીઓને મંજૂરી આપી ફૂડ રજિસ્‍ટ્રેશન આપવામાં આવ્‍યું હતું અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તે માટે સમયાંતરે આવા ચકાસણી અભિયાન  ચાલી રહ્યું છે.

(12:28 PM IST)