News of Tuesday, 10th March 2026
મોરબીમાં ર૦ માર્ચે કલેક્ટરના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ'ની બેઠક યોજાશે.
સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો તેમજ વિકાસલક્ષી કામોની થશે સર્વગ્રાહી સમીક્ષા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને પ્રજાના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવાના હેતુથી આગામી તા. ૨૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે 'જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ'ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવશે.
આ બેઠક દરમિયાન વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સંકલનને લગતી બાબતો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને જે કામોમાં અન્ય વિભાગોની મંજૂરી કે સહકારની જરૂર હોય તેવા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેથી વિકાસના કામો અટકે નહીં.
બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જિલ્લાના વિકાસલક્ષી કામોની વર્તમાન સ્થિતિ અને આગામી આયોજન અંગે પણ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવશે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
