News of Tuesday, 10th March 2026
આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય વુમન્સ દેના દિવસે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરાયું
ઇન્ડિયન લાયન્સ ક્લબના ઈમીડીયેટ પાસ્ટ નેશનલ ચેર પર્સન સ્વ આશાબેન પંડ્યાને સ્મરણાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં તેમજ તેની આસપાસ ના વિસ્તારમાં ઉડીને આંખે વળગે તેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને લોકોને મદદરૂપ થતી સેવાકીય સંસ્થાઓ તેમજ અગ્રણી મહિલા વિશેષનું સન્માન સમારોહનું આયોજન મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા હોટલ અતિથિ ખાતે કરવામાં આવ્યું હતું અને અને ત્યારબાદ બપોરનું ભોજન સાથે કરીને બધા છૂટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન લાયન્સ ક્લબના ઈમીડીયેટ પાસ્ટ નેશનલ ચેર પર્સન સ્વ આશાબેન પંડ્યાને સ્મરણાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું.
વિશ્વ મહિલા દિવસની ઉજવણી નારી શક્તિનું સન્માન કરીને કરવામાં આવે છે તે હેતુથી આ સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી સંસ્થાઓ જેમકે 1. પાટીદાર વુમન્સ પાવર ગૃપ 2 યંગ ઇન્ડિયા ગ્રુપ 3 ફ્રેન્ડ્સ ક્લબ 4 યુવા શક્તિ ફાઉન્ડેશન 5. મુસ્કાન વેલ્ફેર સોસાયટી 6 રઘુવંશી મહિલા મંડળ
7 રાજપુત મહિલા સંગઠન 8. અનસ્ટોપેબલ વોરિયર 9. ગીતાબેન સાંચલા 10. અઘારા કંચનબેન લલીતભાઈ 11. રમાબેન ગડારા 12. બ્રહ્માકુમારી ઉષા દીદી 13. પટેલ તસ્લીમબેન 14. દુર્ગાબેન નરેન્દ્રભાઈ કૈલા 15. કાજલબેન બોડા 16. ડેડી તરુણાબેન 17. ઉમાબેન સોમૈયા 18. શારદાબેન આદ્રોજા 19. જ્યોત્સનાબેન ઘોડાસરા 20. હીનાબેન પરમાર 21. સોનલબેન શાહ 22. શોભનાબા ઝાલા 23. સાધનાબેન ઘોડાસરા 24. કાજલબેન આદ્રોજા 25.મયુરીબેન કોટેચા 26. પ્રીતિબેન દેસાઈ 27. ડોક્ટર હસ્તી બેન મહેતા 28. ડોક્ટર વનીતાબેન રાઠોડ આ તમામ નું શીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેમના દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને આ રીતે બિરદાવવામાં આવી હતી.
આ ઉપરાંત મોરબી જિલ્લા ભાજપમાં સતત ત્રણ ટર્મ થી ઉપપ્રમુખ તરીકે વરાયેલા કાજલબેન ચંડીભમર નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું . આ ઉપરાંત મોરબી શહેરના 20 થી વધુ અતિથિ વિશેષ મહિલાઓએ આ પ્રોગ્રામમાં હાજરી આપીને કાર્યક્રમને ચાર-ચાર લગાવ્યા હતા . આ ઉપરાંત સંસ્થાના હાલના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ સંસ્થાના તમામ બહેનોનું શીલ્ડ આપીને સન્માન કરી નારી શક્તિને બિરદાવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ના દાતાશ્રીઓ સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, પ્રીતિબેન દેસાઈ, કામિનીબેનસિંગ, ચંદાબેન કાબરા, ઉમાબેન સોમૈયા, આશાબેન ભાલોડીયા, સોનુબેન કોટક, દિવ્યાબેન છગ, શોભના બા ઝાલા, નિમિષાબેન ખન્ના, શોભનાબેન કણસાગરા તેમજ મયુરીબેન કોટેચા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં એનકરિંગ કોમલબેન આચાર્ય તેમજ નિમિષાબેન ખન્ના દ્વારા કરવામાં આવ્યું હતું તેમ જ આભાર વિધિ સંસ્થાના સેક્રેટરી મનિષાબેન ગણાત્રાએ કરી હતી
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
