તા. ૧૧ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૮, શુક્રવાર
News of Tuesday, 10th March 2026
ગિર ગઢડામાં 8 વર્ષની છોકરી પર સિંહણે જીવલેણ હુમલો કર્યો
બાળાને છાતી, પીઠ અને શરીરના વિવિધ ભાગોમાં ઇજાના નિશાન:8 વર્ષની રિવા લોહીલુહાણ હોવાથી તેને તાત્કાલિક ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

ગીર ગઢડાના શાણાડુંગર પર 8 વર્ષની રિવા નામની છોકરી કેરીના બગીચામાં રમી રહી હતી એ સમયે સિંહણે તેના પર ઘાતકી હુમલો કર્યો હતો. સિંહણ ફાડી જ ખાત અને થોડીવારમાં છોકરીને હતી ન હતી કરી દેત, પણ છોકરીની માતાએ હિંમત કરી પથ્થર ઉઠાવી બૂમાબૂમ કરતાં સિંહણ છોકરીને છોડી ભાગી ગઈ હતી.
બાળાને છાતી, પીઠ અને શરીરના વિવિધ ભાગોમાં ઇજાના નિશાન પહોંચ્યા હતા. 8 વર્ષની રિવા લોહીલુહાણ હોવાથી તેને તાત્કાલિક ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીંથી તેને વધારે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. હાલ તો આ સમગ્ર ઘટનાની વન વિભાગને જાણ થતા સિંહણને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
