<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની 4 શાખામાંથી 7 કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ

તળાજા શાખા, ભરતનગર શાખા, સુભાષનગર શાખા, સિદસર શાખામાંથી સાયબર ગઠિયાઓએ બેન્કની 7 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી

ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની 4 શાખામાંથી 7 કરોડથી વધુ રકમનું સાયબર ફ્રોડ થયું છે. તળાજા શાખા, ભરતનગર શાખા, સુભાષનગર શાખા, સિદસર શાખામાંથી સાયબર ગઠિયાઓએ બેન્કની 7 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. 

રવિવારના દિવસે સાયબર ગઠિયાઓએ બેન્કનું સોફ્ટવેર હેક કરી રકમ ટ્રાન્સફર કરતા બેંક શાખામાં કામ કરતાં કર્મચારીઓના પગ તળે ભૂકંપ આવી ગયો હતો. જો કે સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ફરીયાદ નોંધાઈ નથી. બેન્કમાં થયેલા સાયબર ફ્રોડને લઈ હાલ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની તમામ શાખામાં લેવડ દેવડ સહિતના કામ બંધ કરવામાં આવ્યા છે. 

આ અંગે ચેરમેને નિવેદન આપતા કહ્યું હતું કે, સોફ્ટવેર કંપનીની કારણે આ ફ્રોડ થયેલું છે. જે ખાતામાંથી કરોડો રૂપિયા ઉપાડ્યા છે તે ખાતામાં 2000 રૂપિયા જેટલા પૈસા હતા તેમ છતાં એક ખાતામાંથી ત્રણ કરોડ જેવી રકમ ઉપાડાય ગઈ છે. 

(11:22 PM IST)