<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

કચ્છ માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટી જાહેરાત :કચ્છમાં ‘હાઈવે ટુ હેવન’ માટે રૂ. 650 કરોડથી વધુની મંજૂરી

લખપત, ઘડુલી, ઝારા, હાજીપીર, ખાવડા, કાંઢવાંઢથી ધોળાવીરા સુધી 165.58 કિમી માર્ગ અપગ્રેડ કરાશે :ઘડુલી–સાંતલપુર નેશનલ હાઈવે ટુ-લેન સાથે પેવ્ડ શોલ્ડર બનશે:વિશ્વપ્રસિદ્ધ ‘રોડ ટુ હેવન’ વધુ પહોળો અને સુરક્ષિત બનશે.

કચ્છ માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટી જાહેરાત કરી છે. કચ્છમાં ‘હાઈવે ટુ હેવન’ માટે રૂ. 650 કરોડથી વધુની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ મંજૂરી નેશનલ હાઇવે 754Kના વિકાસ માટે આપી છે. જેમાં લખપત, ઘડુલી, ઝારા, હાજીપીર, ખાવડા, કાંઢવાંઢથી ધોળાવીરા સુધી 165.58 કિમી માર્ગ અપગ્રેડ કરવામાં આવશે. આ કારણે ઘડુલી–સાંતલપુર નેશનલ હાઈવે ટુ-લેન સાથે પેવ્ડ શોલ્ડર બનશે, જેથી વિશ્વપ્રસિદ્ધ ‘રોડ ટુ હેવન’ વધુ પહોળો અને સુરક્ષિત બનશે.  

   મહત્ત્વનું છે કે હાઇવે ટુ હેવનના કારણે રણોત્સવ સહિત પ્રવાસન વધતા ટ્રાફિક અને અકસ્માતના જોખમમાં ઘટાડો થશે. ખનિજ અને મીઠા ઉદ્યોગ માટે પરિવહન વધુ સરળ બનશે. ભારે વાહનોની અવરજવર સરળ થતા વેપાર અને લોજિસ્ટિક્સને ગતિ મળશે. લખપતથી ધોળાવીરા સુધીની કનેક્ટિવિટી વધારે મજબૂત બનશે. કચ્છના સરહદી વિસ્તારોના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

 

(11:26 PM IST)