<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

મોરબી : કડક કાર્યવાહીના નિર્દેશ ૧૦ હજારથી વધુ વેરો બાકી હશે તો નળ-ગટર કનેક્શન કપાશે.

૩૧ માર્ચ સુધી શનિ-રવિ પણ કચેરીઓ ચાલુ રહેશે :રજાના દિવસોમાં પણ વેરો સ્વીકારાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી : મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા અને વર્ષ ર૦ર૫-૨૬ના મિલકતવેરાના બાકીદારો પાસેથી વેરો વસૂલવા તંત્રએ કમર કસી છે. મિલકતવેરા શાખા દ્વારા બાકીદારોને વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી આગામી તા. ૩૧/0૩/૨૦૨૬ સુધી સઘન બનાવવામાં આવી છે. જો સમયસર વેરો નહીં ભરાય તો બાકી રકમ પર ૧૮% વ્યાજ વસૂલવામાં આવશે.
મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા જણાવાયું છે કે, જે રહેણાંક મિલકતનો રૂ. 90,000 થી વધુ ટેક્સ બાકી હશે, તેમને રૂબરૂ અથવા મોબાઈલ દ્વારા વોરંટ આપવામાં આવશે. તેમ છતાં જો મિલકત ધારક દ્વારા ટેક્સ ભરપાઈ નહીં કરાય તો તેવી રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ (ગટર) કનેક્શન કાપી નાખવામાં આવશે.
રજાના દિવસોમાં પણ વેરો સ્વીકારાશે
લોકોની સુવિધા માટે તા. ૩૧/0૩/૨૦૨૬ સુધી દર શનિવાર અને રવિવારે પણ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસો ખાતે મિલકત વેરો સ્વીકારવામાં આવશે.
ટેક્સ ભરવા માટેના સ્થળો અને સમય
મુખ્ય કચેરી: મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસમાં સવારે 10:30 થી સાંજે પ:00 કલાક સુધી પ્રોપર્ટી અને વ્યવસાય વેરો સ્વીકારાશે. (રૂમ નં-૯માં POS મશીનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ક્લસ્ટર ઓફિસો: નીચે મુજબની ક્લસ્ટર ઓફિસોમાં સવારે ૧૦:૩૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી વેરો ભરી શકાશે.
ક્લસ્ટર-૧: નાની વાવડી પંચાયત
ક્લસ્ટર-૨: અમરેલી પંચાયત
ક્લસ્ટર-૩: મહેન્દ્રનગર પંચાયત
ક્લસ્ટર-૪: ભડીયાદ પંચાયત
ક્લસ્ટર-૫: ત્રાજપર પંચાયત
ક્લસ્ટર-૬: ગ્રીનચોક લાઈબ્રેરી
ક્લસ્ટર-૭: વિશ્વકર્મા બાલમંદિર (વાંકાનેર દરવાજા પાસે)
ક્લસ્ટર-૯: શનાળા ગ્રામ પંચાયત
ક્લસ્ટર-૧૦: રવાપર ગ્રામ પંચાયત
ક્લસ્ટર-૧૧: લીલાપર ગ્રામ પંચાયત

(11:40 PM IST)