તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Wednesday, 11th March 2026
જામનગર જિલ્લાના જાંબુડા ગામે ‘જલ અર્પણ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જળ સંરક્ષણ માટે ગ્રામજનોએ સંકલ્પ કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ : જામનગર જિલ્લાના જાંબુડા ગામે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘જલ અર્પણ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “જળ બચાવો – જીવન બચાવો” જેવા પ્રેરણાદાયી નારાઓ સાથે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી, જેના દ્વારા ગામમાં જળ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.આ પ્રસંગે ગામજનો દ્વારા પાણીના સંરક્ષણ અને સંચય માટે સંકલ્પ લઈ જળ બચાવવા માટે શપથ પણ લેવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા ગામની પાણી સમિતિને જળ કળસ, પ્રમાણપત્ર તથા આંતરિક પાણી વિતરણ યોજના સુચારુ રીતે અમલમાં રહે તે માટેની કાર્યપદ્ધતિ (SOP) અર્પણ કરવામાં આવી હતી.જળ સંચય અને જળ શક્તિના સદુપયોગ દ્વારા ગ્રામ વિકાસને નવી દિશા આપવાનો આ પ્રયાસ સ્તુત્ય હોવાનું જણાવી ઉપસ્થિત ગ્રામજનોએ પણ જળ સંરક્ષણ માટે સહભાગી થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સરપંચશ્રી, શાળા શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
