<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

મોરબી પોસ્‍ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીઃ બોમ્‍બ સ્‍ક્‍વોડનું ચેકિંગ પૂર્ણ થતા કંઈ જ વાંધાજનક ન મળ્‍યુ

 

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૧: મોરબી પોસ્‍ટ ઓફિસને બોમ્‍બથી ઉડાવી દેવાની ઇમેલમાં ધમકી મળી છે. ૧:૧૦ વાગ્‍યે બોમ્‍બ ફૂટશે તેવો મેઈલ મળ્‍યો હતો. ૧૨ વાગ્‍યે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને BDS (બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ)ને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ અંદાજે ૫ મિનિટમાં જ ઘટના સ્‍થળે દોડી આવી હતી. એ ડિવિઝન અને એસઓજીના ૬ પીએસઆઈ સહિત ૨૦થી વધુ પોલીસ જવાનોનો કાફલો તુરંત પોસ્‍ટ ઓફિસે ખડકાઈ ગયો હતો. ગ્રાહકોને અને કર્મચારીઓને સલામતીના ભાગરૂપે બહાર કાઢવામાં આવ્‍યા હતા. ફાયરની ટીમ પણ ૧૨:૩૦ વાગ્‍યા આસપાસ પહોંચી હતી. જો કે BDSની ટીમ છેક ૧:૩૦ વાગ્‍યા આસપાસ પહોંચી ગઈ હતી.

ત્‍યારબાદ બોમ્‍બ સ્‍ક્‍વોડ દ્વારા આખી પોસ્‍ટ ઓફિસ કચેરીનું સઘન ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. જો કે, તપાસ દરમિયાન કોઈ જ વાંધાજનક વસ્‍તુ મળી ન હતી. આખરે સુરક્ષાની ખાતરી થતાં પોલીસે પોસ્‍ટ ઓફિસના સ્‍ટાફને અંદર જવાની પરવાનગી આપી હતી અને પોસ્‍ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ ફરી શરૂ ક૨વામાં આવી હતી

(10:44 AM IST)