<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

યુદ્ધની અસર મોરબીમાં વધુ ૭૦ સહિત ૧૭૦ સિરામિક કારખાના બંધ થયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૧: ઈરાન અને ઇઝરાયેલ વચ્‍ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેની મોરબીમાં આવેલ સિરામિક ઉદ્યોગમાં પણ અસર જોવા મળી રહી છે અહીના સીરામીક કારખાનાઓની અંદર સીરામીક પ્રોડક્‍ટનું ઉત્‍પાદન કરવા માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જોકે, નેચરલ ગેસની સપ્‍લાય ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ પ્રોપેન ગેસની સપ્‍લાય જુદી જુદી કંપનીઓ અને એજન્‍ટો દ્વારા કરવામાં આવે છે તેની ચેન ખોરવાઈ ગયેલ છે જેથી કરીને પ્રોપેન ગેસની સપ્‍લાય બંધ થતાં ધીમેધીમે મોરબીના પ્રોપેન ગેસ ન હોવાથી સીરામીક કારખાનાઓ બંધ થવા લાગ્‍યા છે.મોરબી સિરામિક એસો.નાપ્ર પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ ચાર દિવસ પહેલા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે, સીરામીક ઉદ્યોગકારો હાલમાં વિકટ પરિસ્‍થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને પ્રોપેન ગેસ ન મળતો હોવાથી કારખાના બંધ થવા લાગ્‍યા છે અને જેતે સમયે જ પ્રોપેન ગેસની સપ્‍લાય બંધ થવાથી માત્ર બે દિવસમાં ૧૦૦ જેટલા સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા હતા ત્‍યાર બાદ જુદીજુદી કંપનીઓ દ્વારા પ્રેપેન ગેસના ટેન્‍કરની સપ્‍લાઈ કરવામાં આવી હતી જેથી કરીને અમુક કારખાના ચાલી રહ્યા હતા.

જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ દિવસમાં પ્રોપેન ગેસ ન મળવાના લીધે વધુ ૭૦ જેટલા સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા છે આમ ઈરાન અને ઈઝરાયલ વચ્‍ચે શરૂ થયેલ યુદ્ધ પછી મોરબીમાં અત્‍યાર સુધીમાં કુલ મળીને ૧૭૦ જેટલા કારખાના પ્રોપેન ગેસ ન મળવાના લીધે બંધ થઈ ગયા છે. અને આ આંકડો આગામી દિવસોમાં વધીને ૪૫૦ સુધી પહોચે તેવી શકયતા છે. (૩.૪)

(10:54 AM IST)