News of Wednesday, 11th March 2026
વાંકાનેર પાલીકા દ્વારા વેરા વસુલાતનો પ્રારંભઃ વેરો નહી ભરનાર આસામીઓની મીલકત સીલ કરાશે
ગેરકાયદેસર નળ કનેકશન મેળવનારે કાયદેસર કરાવી લેવા સુચનાઃ સમયસર વેરો નહી ભરનાર આસામીઓના નામ ચોકે-ચોકે હોડીંગ્સમાં પ્રસિધ્ધ કરાશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૧ :.. પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વેરાો ના ભરતાં આસામીની મિલ્કત સીલ તેમજ પાણીના કનેકશન કાપવામાં આવેલ આગામી સમયમાં પણ વેરા વસુલાત ઝૂંબેશ ચાલુ રહેશે. જે બાકીદારો વેરો નહીં ભરે તેવા લોકોના નામ પણ શહેરના અલગ - અલગ વિસ્તારમાં આવેલ હોર્ડિગ્સ પર જાહેર કરવામાં આવશે તેવું નવીનચુકત ચીફ ઓફીસર ધવલભાઇ વેકરીયા દ્વારા વધુમાં જણાવતાં નગરપાલિકા વિસ્તારમાં જે આસામી દ્વારા ગેરકાયદેસર પાણી કનેકશન લીધેલ છે તેને રેગ્યુલર કરાવી લેવા નહીંતર ફોજદારી ગુન્હો નોંધવામાં આવશે, દંડ પણ વસુલવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં ખુદ ચીફ ઓફીસર શ્રી ધવલભાઇ વેકરીયા, એન્જિનિયર મહેશભાઇ, હેડ કલાર્ક હાર્દિકભાઇ, ટેક્ષ સુપ્રી પાર્થભાઇ, મયુરભાઇ, રસીદભાઇ તેમજ નગરપાલિકા ટીમ સાથે રહી કામગીરી કરેલ છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
