<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

આંબરડી સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું : છેલ્લા બે વર્ષમાં કુલ 2,07,447 પ્રવાસીઓએ મુલાકાત લીધી

ભારતીય મુલાકાતીઓ પાસેથી પાર્કને 3,49,58,830 રૂપિયાની આવક થઈ જ્યારે વિદેશી નાગરિકો પાસેથી 62,540 રૂપિયાની આવક

આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન કુલ 2,07,447 લોકોએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી છે. તેમાં 2,07,419 ભારતીય મુલાકાતીઓ અને 28 વિદેશી મુલાકાતીઓનો સમાવેશ થાય છે. ભારતીય મુલાકાતીઓ પાસેથી પાર્કને 3,49,58,830 રૂપિયાની આવક થઈ છે, જ્યારે વિદેશી નાગરિકો પાસેથી 62,540 રૂપિયાની આવક નોંધાઈ છે. કુદરતી સૌંદર્ય અને વન્યજીવનને નજીકથી જોવા મળતી તકને કારણે આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓમાં દિવસેધિવસ વધુ લોકપ્રિય બનતું જાય છે.

(1:34 PM IST)