News of Thursday, 12th March 2026
મેઘાણીઃ મેઘાવી રંગ કસુંબલ સર્જક

ઝવેરચંદ કાળીદાસ મેઘાણી એટલે કાઠીયાવાડનો કંઠમાળ થઈને વ્યક્તિત્વને નહીં પરંતુ વ્યક્તિત્વથી શોભિત એવો કંઠમાળ. કસુંબીનો રંગ કયાં,કેવી રીતે લાગે તેનો ટેસ્ટ કરવો હોય તો તમારે મેઘાણીના શબ્દોને ટેરવા અડાડવા પડે! કાઠીયાવાડના શોર્ય કે ફનાગીરી જવામર્દી, ૫૬ ની છાતીના ઝગમગતા પાત્રોનો પરિચય જરૂર થઈ જાય.એમ કહીએ કે મેઘાણીની કલમ કદાચ ન હોત તો એવા અનેક રેખાચિત્રો, ઘટનાઓ અને ગાથાઓને સાહિત્યના ઐતિહાસિક નભમંડળમાં પ્રકાશિત કરવાનું કામ કોઈ કરી શકયું ન હોત.તે રીતે સૌરાષ્ટ્રની એ ધીંગીધરાનો પરિચય યુગો સુધી અંધકારમાં જ ઢબુરાયેલો પડ્યો રહેત.
‘‘કસુંબીના રંગ'' જેવી કાવ્ય ધારાઓ આપીને તેમણે આપણાં આઝાદીના ઈતિહાસને લખવાનું અને તેથી રાષ્ટ્રસેવાનું જે કાર્ય કર્યું છે તે બેનમૂન છે.‘‘રક્ત ટપકતી સો સો ઝોળી'' જેવી આઝાદીના રક્ત રંજિત ઈતિહાસ સાથે જોડાયેલી રચનાઓ તેમનાં દ્વારા મળે છે. તેઓ આઝાદી માટેની જે ધંખના ધરાવે છે તે તેમની કલમમાંથી નિતરતી દેખાય છે.
ઋતુ ગીતોની વાત હોય કે પછી ‘‘ચારણ કન્યા'' જેવી શોર્ય અને ખુમારીથી ભરેલા ગીરના લોકોનો આલેખ હોય બધાંમાં ઝવેરચંદ અલગ રીતે ઉપસી આવે છે.જો કે ઈતિહાસવિદ્ ડો. પ્રદ્યુમનભાઈ ખાચર જણાવે છે કે ઝવેરચંદ મેઘાણીએ પોતાના એક આત્મકથાનાત્મકમાં કહ્યું છે કે કેટલીક વાર્તાઓ,ઘટનાઓ તેમણે તેમના મિત્ર હડાળા દરબાર શ્રી વાજસુર વાળા પાસેથી સાંભળીને નોંધી છે. એ જ રીતે દરબાર શ્રી બાવાવાળા પાસેથી પણ તેમણે સંત સાહિત્ય પૈકીનું ઘણું ટપકાવ્યું છે.પણ તેનું નિરૂપણ કરવાનું શ્રેય જે રીતે મેઘાણી સાહેબે કર્યું તે પ્રશંશાપાત્ર નહીં પરંતુ સન્માનનીય છે.
મેઘાણી સાહેબના કુલ ૪૭ થી વધારે પુસ્તકોમાં ૧૩ નવલકથાઓ છે.તેમાં ‘‘સત્યની શોધ'' અને ‘‘બીડેલા દ્વાર'' જેવી નવલકથાઓ અમેરિકન લેખક સિન્કલરના ‘‘સેમ્યુઅલ ધ સિકર''અને ‘‘લવ્ઝ પિલગ્રીવેજ'' જેવી કળતિઓના આધારે લખાયેલી હોવાનું વિવેચકોએ કહ્યું છે.તેનો અર્થ એ થયો કે તેઓ વિશ્વ સાહિત્ય સાથે પણ જોડાયેલાં રહ્યાં છે.
સંસ્કળત અને અંગ્રેજીમાં તાાતક થયેલાં અને ૧૭ ઓગસ્ટ ૯૭ થી ૯ મી માર્ચ ૧૯૪૭ સુધીની માત્ર ૫૦ વર્ષની જીવન સફરમાં એવું કેટલું કરી ગયા કે આપણાં સૌની આંખો પહોળી કરી દેનારી તે ઐતિહાસિક ઘટનાઓ છે.વ્યક્તિ કેટલું જીવે છે તેના કરતાં કેટલું કરીને જાય છે તે ખૂબ મહત્વનું છે.મેઘાણી સાહેબે ગુજરાતી સાહિત્ય માટે જે કર્યું છે તે એક ગૌરવપૂર્ણ ઈતિહાસ બનીને રહી જશે!
પૂજ્ય મોરારીબાપુની કથા મેઘાણી સાહિત્યની ઈર્દગીર્દ ગવાઈ રહી છે.ત્યારે થાય કે પૂ.મોરારીબાપુ શા માટે આ સાહિત્યકારને અંજલી આપે છે ? કારણ કે તેમના શરીરમાં એક આઝાદી માટેનો ફિરસ્તો જીવતો હતો અને પૂ.મોરારીબાપુ પણ રાષ્ટ્રપ્રેમના અભિન્ન રંગોથી લિપ્ત છે. શોર્ય અને ગૌરવ એ મેઘાણીજીના જીવનના પર્યાય હતાં અને પૂ.મોરારીબાપુએ પણ આ બંને સદગુણોને હંમેશા મુઠ્ઠીમાં રાખીને જીવવાનો પ્રયત્ન કર્યો છે. ગરીબ અને વંચિત માટેની પીડા એ મેઘાણીએ પોતે અનુભવી હોય તે રીતે પોતાની કલમમાંથી કાગળ પર ઉતારી છે.
પૂ.મોરારીબાપુ પણ આ જ વાણી આ જ પીડાને આજ દર્દને વાણીથી મુખર કરી રહ્યાં છે. આ બધી જ સામ્યતા પૂ.મોરારીબાપુને મેઘાણી માટે મનોરથ કરવા પ્રેરતી રહી છે.કુલ ૯૭૨ રામકથાઓમાંથી અનેક કથાઓ એવી હોય છે કે જેમાં પૂ.મોરારીબાપુએ ઝવેરચંદ મેઘાણીના એ ગીત વ્યાસપીઠના પ્રાંગણમાં રમતાં મુકયા હોય.
આ અવસરે મેઘાણીજીની પુણ્યતિથિ અને વ્યાસપીઠના મેઘાણી અનુગ્રહ માટે પૂ. મોરારીબાપુને પણ શત શત વંદન

તખુભાઈ સાંડસુર
વેળાવદરજી.ભાવનગર
મો.૯૪૨૭૫ ૬૦૩૬૬
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
