News of Thursday, 12th March 2026
‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'
હાલ આપણે ગેસના બાટલાઓ હળવુ સંકટ આગામી દિવસોમાં ગેસ તથા પેટ્રોલીયમની તંગીનું ભારે સંકટ પણ બની શકે છે, ‘જો આ ઇરાન સ્થિત સમુદ્રી સાંકડા રસ્તા જો ઉકેલ નહીં આવે તો..'

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (STRAIT OF HORMUZ) એ ઇરાનના કબ્જા હેઠળનો ૩૩ કિ. મી. ની પહોળાઇ ધરાવતો સાંકડો દરીયાઇ માર્ગ છે. જયાંથી વિશ્વના વધુ પડતા દેશોની પેટ્રોલીયમ-ગેસથી માંડી અન્ય સપ્લાઇ સમુદ્રી જહાંજો દ્વારા થાય છે.
ઇરાને આ મુખ્ય રસ્તાને જ બંધ કરી દીધો છે. ઇરાનનો કબ્જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર છે. ઇરાને ગઇકાલે જ થાઇલેન્ડની એક કાર્ગો શિપને તોડી પાડયુ હતું. આ કાર્ગો શિપ દૂબઇ થી રવાના થઇ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગેથી પસાર થઇ ને ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યુ હતું.
આ ત્રીજુ જહાજ છે જેને ઇરાને તોડી પાડયું છે. ઇરાન ઇઝરાયેલ-અમેરિકા યુધ્ધનું સમગ્ર ફોકસ હવે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બન્યું છે. વળી ઇરાને સ્પષ્ટ જાહેર કર્યુ છે કે આ રસ્તેથી એક લીટર પેટ્રોલ પણ અમે પસાર થવા નહીં દઇએ.
ભારત સહિત અન્ય એશિયાઇ દેશો માટે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આવનારા દિવસો માટે શિરદર્દ બનતુ જઇ રહ્યું છે. ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુધ્ધ માત્ર ત્રણ દેશો પુરતુ સીમિત ન રહી ને વૈશ્વિક રીતે અન્ય ઘણા દેશોને પ્રત્યક્ષ-પરોક્ષ પ્રભાવ પાડનારૂ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કારણે બની રહ્યું છે.
ઇરાન માટે સ્ટેટ ઓફ હોર્મુઝ એ પ્રતિષ્ઠાનો અને વર્તમાન ચાલી રહેલા યુધ્ધ માટે દિશા સૂચક મુદ્્ો બની ચૂકયો છે.
આપણા માટે હાલ ભલે ગેસના બાટલાઓનું હળવુ સંકટ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નીમિત બન્યુ છે પણ જો આ ઇરાનના કબ્જા હેઠળ સાંકડો સમુદ્રી રસ્તો ઇરાનની નાકાબંધી હેઠળ લાંબો સમય બંધ રહેશે તો આવનારા દિવસોમાં ગેસ અને પેટ્રોલિયમની તંગીનું મોટુ સંકટ પણ બની શકે છે
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
