News of Thursday, 12th March 2026
રામનવમીના પારણાની નાતની ઉજવણી માટે જામનગર લોહાણા સમાજના જ્ઞાતિજનોની શનિવારે મીટીંગ
લોહાણા સમાજની વિવિધ સંસ્થાના હોદ્દેદારો તથા જ્ઞાતિના વકીલો, યુવા ભાઈઓબહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જીતુભાઈ લાલનો અનુરોધ

(મુંકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૨: આગામી સવંત ૨૦૮૨ ચૈત્ર સુદ - ૯ ને ગુરૂવાર, તા.૨૬-૦૩-૨૦૨૬ ના રોજ ભગવાનશ્રી રામચંદ્રજી પ્રાગ્ટય મહોત્સવ આવી રહેલ હોય તે પ્રસંગને ધામધુમથી ઉજવવા તથા તે પ્રસંગે રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિની નાત (સમૂહ ભોજન) નું આયોજન તા. ૨૭-૦૩-૨૦૨૬, શુક્રવારના રોજ કરવામાં આવેલ છે. જે અંગે લોહાણા સમાજની મિટીંગ તા.૧૪ને શનિવારે રાત્રે ૮ કલાકે શ્રી લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાય તેવું સુંદર આયોજન કરવામાં આવેલ છે, તેથી આ મિટીંગમાં લોહાણા જ્ઞાતિના તમામ ભાઈ-બહેનો, યુવાનો, વડિલો, લોહાણા સમાજની વિવિધ સંસ્થાના હોદેદારો સહિત તમામને બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિનના સ્થાપક સદસ્ય જીતુભાઈ લાલની યાદીમાં જણાવવામાં આવેલ છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
