News of Thursday, 12th March 2026
જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં ફરારી આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી લીધો
બાતમીના આધારે જામનગર એસ.ટી. ડેપો વિસ્તારમાં પકડી લઈને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપી દેવાયો

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, ગોવિંદભાઇ ભરવાડ, મહિપાલભાઇ સાદિયાનાઓને મળેલ બાતમી હકિકત મુજબ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સી. ગુ.૨.નં.૬૧૭/૨૦૨૫ પ્રોહીબીશન એકટની કલમ ૬૫એ,ઇ,૮૧,૯૮-૨,૧૧૬બી મુજબના કામનો નાસતો ફરતો ફરારી આરોપી- જયપાલ જગુભાઇ ગોવાળીયા( ઉ.વ.૨૫)( રહે. મફતીયાપરા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર વાળો) જામનગર એસ.ટી. ડેપો વિસ્તારમાં હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડીપાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.
આ કામગીરી એસ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ.દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમારનાઓ દ્રારા કરવામાં આવેલ છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
