<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ગાંધીધામ અંજાર હાઇવે ઉપર કારે એક્ટિવાને હડફેટે લેતા દીકરીની નજર સામે પિતાનું મોત

માતાજીના દર્શને સહપરિવાર જતા પત્ની અને દીકરો આગળ રાહ જોતા હતા અને મેઘપર કુંભારડી ગામ પાસે ગ્રીન લેન્ડ સોસાયટી નજીક અકસ્માત સર્જાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : બે યુવા સંતાનો સાથે જઈ રહેલા માતા પિતાને ક્યાં ખબર હશે કે પરિવારનો મોભી તેમની વચ્ચે નહીં રહે?  આદિપુરના પાન મસાલાના વ્યાપારી કિશોર ખીમનાની પત્ની માયાબેન, પુત્ર ભરત, પુત્રી સિમરન સાથે અંજાર રેલડી માતાજીના મંદિરે દર્શન માટે જતા હતા. દીકરી સિમરન સાથે એક્ટિવા ઉપર પિતા કિશોરભાઈ બેઠા હતા. જ્યારે પુત્ર ભરતભાઈ તેમના માતા માયાબેન સાથે હતા. પાછળ એક્ટિવા ઉપર આવી રહેલ દીકરી સિમરનની એક્ટિવાને મેઘપર કુંભારડી ગામ પાસે ગ્રીન લેન્ડ સોસાયટી નજીક કારે હડફેટે લેતા બંને પિતા પુત્રી ને ઇજાઓ થઈ હતી. પરંતુ કિશોરભાઈને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર મળે એ પૂર્વે જ તેમનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સિમરનને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:27 AM IST)