<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ધ્રોલ પત્રકાર મંડળના પ્રમુખ તરીકે ‘અકિલા'ના પત્રકાર સંજય ડાંગરની વરણી

ધ્રોલ, તા.૧૩: ધ્રોલના સંગઠનના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. પત્રકાર મિત્રો દ્વારા સર્વસંમતિ સાધીને અકિલાના પ્રતિનિધિ શ્રી સંજય ડાંગરની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. સંજય ડાંગરની વરણી થતા જ સ્‍થાનિક પત્રકાર આલમમાં ખુશીની લહેર જોવા મળી હતી. નવનિયુક્‍ત પ્રમુખ અને અન્‍ય હોદ્દેદારોને પત્રકાર મિત્રો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા (મોં ૭૫૬૭૯ ૭૦૬૭૯) અભિનંદન અને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે. 

(10:36 AM IST)