<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સુરેન્દ્રનગરની જેલના કાચા કામના કેદી ખીમાભાઇને હાર્ટએટેક આવ્યોઃ મોત

૫ વર્ષથી જેલની સજા કાપી રહયા હતાઃ ફોરેન્સિક પીએમ માટે તજવીજ

રાજકોટ તા.૧૩: સુરેન્દ્રનગર સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા વૃધ્ધની તબિયત લથડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમણે દમ તોડી દીધાનું માલૂમ પડયુ હતું. હાર્ટએટેક આવ્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, થાનના ખાખરાથર ગામે આવેલી સુરેન્દ્રનગર સબજેલમાં કાચા કામના કેદી ખીમા સોમાભાઇ રબારી (ઉ.વ.૬૫)ની તબિયત લથડતા સારવારમાં ખસેડાયા હતા. જો કે તેમણે દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેક આવ્યાનું ખુલ્યુ હતું. જો કે વધુ તપાસ અર્થે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મૃતક ખીમાભાઇ પોતે કાચા કામના કેદી હતા અને ૫ વર્ષથી જેલની સજા કાપી રહયા હતા. તેમને સંતાનમાં ર દીકરા હોવાનું ખૂલ્યુ છે. તેઓ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતા. ખીમાભાઇના મોતાના પગલે પરિવાર આઘાતમાં ગરક થઇ ગયો હતો.(

(1:15 PM IST)