<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સાવરકુંડલાનાં ભેખરા ગામે પવનચક્કીના રિપેરીંગ વખતે નિકુંજભાઇને શોર્ટ લાગ્યો, સારવારમાં

ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ

રાજકોટ તા. ૧૩ :.. સાવરકુંડલાના જેમદ ગામે રહેતો યુવક પવનચક્કી રિપેરીંગનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન ઇલેકટ્રીક શોર્ટ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલનાં બર્ન્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, સાવરકુંડલાના જેમદ ગામે રહેતો અને પવનચક્કી રિપેરીંગનું કામ કરતાં નિકુંજભાઇ ભરતભાઇ  મકવાણા (ઉ.વ.રપ) ભેખરા ગામ અને પીઠવાડી ગામ વચ્ચે આવેલ પવનચક્કીના રિપેરીંગનું કામ કરી રહ્યા હતાં.

દરમિયાન ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કીટ થતાં તેઓ ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત નિકુંજભાઇ ૩ ભાઇમાં સૌથી નાના છે. તેઓ પરિણિત હોવાનું તથા સંતાનમાં એક દીકરી હોવાનું સામે આવ્યું છે

(11:11 AM IST)