તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 13th March 2026
ગોંડલના કોટડાસાંગાણી રોડ ઉપર એકટીવા અને કાર અથડાતા એકનું મોતઃ બે ને ઇજા
કોટડાસાંગાણીના યુવાનના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ અકસ્માત બાદ કારચાલક નાસી છુટયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૩: ગોંડલ કોટડા સાંગાણી રોડ પર ત્રીપલ સવાર એકટીવા સાથે વેગનઆર કાર અથડાતા સર્જાયેલ અકસ્માત માં કોટડા સાંગાણીનાં યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.જ્યારે બે વ્યક્તિઓને ઇજા પંહોચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ રાત્રીનાં સવા આઠ નાં સુમારે ગોંડલ કોટડાસાંગાણી રોડ પર પરફેક્ટ રિસોર્ટ નાં પાટીયા પાસે જીજેઓ ૩બીએ ૧૬૪૭ નંબર ની વેગનઆર કાર તથા જીજેઓ ૩એનડી ૦૮૫૭ નંબરનું ત્રીપલ સવારી માં આવી રહેલું એકટીવા ઘડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માત માં એકટીવા ચાલક ભખ્ખર મુસ્તફા હાજી અબ્દુલ સતાર ઉ.૩૨ નું ગંભીર ઇજાઓ ને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું જ્યારે એકટીવા માં સવાર અન્ય ગફારભાઇ અહમદશા શાહમદાર ઉ.૪૦ તથા સાજીદભાઇ રજાકભાઇ બેલી ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત નો ભોગ બનનાર મુસ્તફા નાં મળતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે બન્ને ઇજાગ્રસ્તો ને ગોંડલ સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
મળતક પરણિત હતા.અને સંતાનમાં એક પુત્ર તથા બે પુત્રીઓ હોવાનું જાણવાં મળેલ હતું. બનાવ બાદ વેગનઆરનો ચાલક નાશી છુટયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
