News of Friday, 13th March 2026
શું ૧૯ માર્ચથી કમોસમી માવઠાનો દોૈર શરૂ થશે?
જો કે આ અંગે આઇઅમેડી થી કોઇ આધાર મળતો નથી

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧૩: ગુજરાતના જાણીતા વેધર એનાલીસિસ્ટ પરેશ ગોસ્વામી તેના રાજય માટેના નવા વેધર એનાલીસિસમાં જાહેર કરે છે કે, આગામી તા.૧૯ માર્ચથી રાજયના ઘણા વિસ્તારોમાં માવઠારૂપી વરસાદની સંભાવના સાથે ચારથી પાંચ દિવસ આ ક્રમ જોવા મળી શકે છે.
વાતાવરણમાં વાદળો છવાય કે પલ્ટો આવે ત્યાં સુધી સંભવ બની શકે પણ માવઠા રૂપી વરસાદી મહોલ અને તે પણ ચાર-પાંચ દિ'સુધી રહે તે અંગેનો આધાર આઇએમડીના સોર્સ માં હાલ જોવા મળતો નથી.
આઇએમડી દ્વારા આવતી કાલથી ગરમી માં બેથી ચાર ડીગ્રી નો ઘટાડો થાય અને એ ઘટાડો આગામી છ દિવસ સુધી યથાવત રહે તેવો નિર્દેશ જાો મળે છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
