News of Friday, 13th March 2026
ગિરનાર અંબાજી મંદિરની મર્યાદા લજવનાર સામે તંત્રની લાલ આંખઃ ૨૬ કર્મચારીઓને કાઢી મૂકયા
મંદિર ખાતેની તમામ હિલચાલ પર ૨૪ કલાકનો પોલીસ પહેરોઃ મહંતપદ માટે દાવો કરનારા તમામ ઉમેદવારોની દાવેદારી રદ કરી દીધી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૩: ગિરનાર અંબાજી મંદિરની મર્યાદા લજવનાર સામે તંત્રએ લાલ આંખ કરી ૨૬ કર્મચારીઓને કાઢી મૂકતા ખળભળાટ મચી ગયો છે. તો બીજી તરફ મંદિર ખાતેની તમામ હિલચાલ પર ૨૪ કલાકનો પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના ધામમાં દારૂ અને ચિકનની પાર્ટી થઈ હોવાનો વિડિયો વાયરલ થતા તંત્ર સફાળું જાગ્યું છે અને યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર મામલે મંદિર સાથે સંકળાયેલા ૨૬ જેટલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છુટા કરી દેવામાં આવ્યા છે. આ શરમજનક ઘટનાને પગલે વહીવટદારે મહંત પદ માટે દાવો કરનારા તમામ ૧૮ ઉમેદવારોની દાવેદારી રદ કરી દીધી છે. હવે મહંત પદ માટે નવેસરથી નામો મંગાવવામાં આવશે.
કલેક્ટર અનિલ રાણાવસીયાએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વિડિયો કયારે ઉતારવામાં આવ્યો અને તેમાં કોણ કોણ સામેલ છે તેની સઘન તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઘટના બાદ ગિરનાર અંબાજી મંદિરની સુરક્ષા અને મર્યાદા જાળવવા માટે ૨૪ કલાક પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિવાદ બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિરનો વધુ એક વીડિયો વાયરલ, પૂજારીઓ દાનપેટીમાંથી ચોરી કરતા હોવાનો આક્ષેપ
જુનાગઢ, તા., ૧૩: જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આવેલા પવિત્ર અંબાજી મંદિરનો વધુ એક સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મંદિરના પૂજારીઓ દાનપેટીમાંથી રૂપિયાની ચોરી કરતા નજરે પડે છે.
કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપાલસિંહ બસિયાએ આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ગંભીર અને સનસનીખેજ આક્ષેપો કર્યા છે. તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે પવિત્ર યાત્રાધામમાં આવી ગેરકાયદેસર અને શરમજનક પ્રવળત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાતા પૂજારીઓની ઓળખ કુંદનગીરી અને દુષ્યંતગીરી તરીકે કરવામાં આવી છે.
આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ વિવિધ હિન્દુ સંગઠનો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. તેઓએ સ્થાનિક પ્રાંત અધિકારી અને મંદિરના વહીવટદાર સમક્ષ આ બંને પૂજારીઓ સામે તાત્કાલિક અને આકરા કાયદેસરના પગલાં લેવાની ઉગ્ર માંગણી કરી છે.
લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલા આ મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરાયેલા દાનના નાણાંની ઉચાપતની આ ઘટનાથી મંદિર વ્યવસ્થાપનની પારદર્શિતા પર પણ મોટા સવાલો ઉભા થયા છે.
આ કર્મચારીઓને ઘરભેગા કરી દેવાયા
જુનાગઢ : તંત્ર દ્વારા રપ લોકોની હકાલપટ્ટી કરવામાં આવી છે તેમાં કિશોરસિંહ ચૌહાણ, પ્રિન્સ ઠાકોર, ભરતસિંહ સોલંકી, વિજયભાઇ (પીઆરઓ) કુંદનગીરી અપારનાથી અને અભિષેક ચૌહાણ, કુંદનગીરી અપારનાથી, પૂજારી, પ્રસંગોપાત, દુષ્યંત ગોસ્વામી, પુજારી, પ્રસંગોપાત, ધર્મરાજ ઠાકોર, પુજારી, કાયમી, યશભાઇ જયુભાઇ ભટ્ટ, પુજારી, પ્રસંગોપાત, કાંતિગીરી અરજણગીરી પુજારી, પ્રસંગોપાત, ભરતભાઇ કટારા, પુજારી, પ્રસંગોપાત, રાજેન્દ્રસિંહ બી. સોલંકી, પુજારી, પ્રસંગોપાત, યોગેશગીરી, પુજારી, કાયમી, ભરતગીરી, પુજારી, કાયમી, શૈલેષગીરી, પુજારી, કાયમી, તુષારગીરી, પુજારી, કાયમી, દિવ્યેશગીરી, પુજારી, કાયમી, ધવલગીરી પુજારી, કાયમી, જયગીરી પુજારી કાયમી, દેવગીરી, પૂજારી, પ્રસંગોપાત, ધર્મેશગીરી તુષારગીરી, પુજારી, પ્રસંગોપાત, મેહુલગીરી યોગેશગીરી, પુજારી, પ્રસંગોપાત, શૈલેષગીરી પ્રેમગીરી પુજારી, પ્રસંગોપાત, ભટ્ટ વિપુલભાઇ આર. પુજારી, પ્રસંગોપાત ભરતભાઇ ભીખાભાઇ, પુજારી, પ્રસંગોપાતનો સમાવેશ થાય છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
