News of Friday, 13th March 2026
સાવરકુંડલાના બાઢડા ગામે ધામણિયા નદીના કોઝવેના નબળા કામ પર ગ્રામ પંચાયતની એક્શન : જેસીબીથી ભાગ તોડી પડાયો
ધામણિયા નદી પરના કોઝવેમાં નબળી ગુણવત્તા, ઉપસરપંચે સ્થળ પર તપાસ કરી કામ તોડાવ્યું: વિકાસ કાર્યોમાં બેદરકારી સહન નહીં : બાઢડામાં નબળું કોઝવે કામ જેસીબીથી દૂર કરાયું

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૧૩: સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે ગ્રામ પંચાયર્તં દ્વારા ચાલી રહેલા વિકાસ કાર્યોમાં ગુણવત્તાને લઈને મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બાઢડા ગામ નજીક આવેલી ર્ંધામણિયા નદી ઉપર બનેલા કોઝવેના કામર્માં ગુણવત્તા નબળી હોવાનું જણાતાં, ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. બાઢડા ગામની ગ્રામ પંચાયત દ્વારા ધામણિયા નદી ઉપર લોકોની અવરજવર સરળ બનાવવા માટે કોઝવે બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ કામમાં નબળી ગુણવત્તા લાગતા આ મુદ્દાને ગંભીરતાથી લેતાં બાઢડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીતુભાઈ ચોવટીયા દ્વારા સ્થળ પર જઈને કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન કોઝવેના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ તથા કામની મજબૂતાઈ સંતોષકારક ન હોવાનું જણાતા તેમણે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી ઉપસરપંચ શ્રી જીતુભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે થતું દરેક કામ પારદર્શકતા અને ગુણવત્તા સાથે થાય તે ગ્રામ પંચાયતની પ્રથમ પ્રાથમિકતા છે. કોઈપણ પ્રકારની બેદરકારી અથવા નીચી ગુણવત્તા સ્વીકારવામાં નહીં આવે અને જરૂરી હોય ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ફરીથી આ કામ તાત્કાલિક શરૂ કરવામાં આવશે
પરિણામે, ગુણવત્તા ધોરણો મુજબ કામ ન થતાં આ કોઝવેના બનેલા ભાગને જેસીબી મશીન દ્વારા તોડી પાડીને ફરીથી યોગ્ય ધોરણ મુજબ કામ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
