News of Friday, 13th March 2026
કાલાવાડના નપાણીયા ખીજડીયા ગામે એકલવાયા જીવનથી કંટાળી વૃધ્ધાનો ઝેર પીને આપઘાત
જામનગરમાં માફી કેમ મંગાવી તેમ કહી માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે રહેતા સુમીતાબેન દિલીપભાઈ સાવલીયા, ઉ.વ.૪૯ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પુરીબેન બચુભાઈ સાવલીયા, ઉ.વ.૭૦ વાળા વય વૃઘ્ધ હોય અને છેલ્લા બે ત્રણ માસથી ગામડે એકલા રહેતા હોય અને એકલપણાથી કંટાળી પોતાની વાડીએ જઈ પોતાના હાથે ઝેરી દવા પી લેતા મૃત્યુ પામેલ છે.
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કમલેશભાઈ ભોલુભાઈ ચાવડા, ઉ.વ.૪ર, રે. ચુડેશ્વર ગામ, વાડી વિસ્તાર, તા.જામખંભાળીયા વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડેશ્વર પુલ ઉતરતા બેડેશ્વર મહાદેવના મંદિરની સામે, હોસ્ટેલના રૂમ નં.ર માં ફરીયાદી કમલેશભાઈનો દિકરો મયુર પોતાની હોસ્ટેલમાં વાંચતો હતો ત્યારે આરોપી પુનીત મનસુખભાઈ કણજારીયા જે તેના રૂમમાં જે રહેતો હોય અને તેની સાથે આજથી દસેક દિવસ પહેલા મસ્તી મસ્તીમાં બોલાચાલી થયેલ હોય જે બાબતે આરોપી પુનીતએ ફરીયાદી કમલેશભાઈના દિકરા મયુરની માફી માગેલ જે બાબતનો ખાર રાખી ફરીયાદી કમલેશભાઈના દિકરા મયુરને આરોપી પુનીતે ગાળો કાઢી અને કહેલ કે મને માફી કેમ મંગાવી એમ કહી આરોપી પુનીતએ પોતાની પાસે રહેલ એન્જીનીયરના સાધનો માંથી હથોડી જેવું હેમર કાઢી ફરીયાદી કમલેશભાઈના દિકરા મયુરના માથામા ઘા કરી ફેકચરની ઈજા તથા ટાંકાની ઈજા કરી ગુનો કરેલ છે.
બેરાજા ગામે જુગાર રમતા
ત્રણ ઝડપાયા
પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. કમલેશભાઈ અમુભાઈ ખીમાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, બેરાજા ગામના પાદરમાં શંકરના મંદિર પાસે જાહેરમાં આરોપીઓ રઘુવીરભાઈ પાંચાભાઈ ઠુંગા, ભીખુભાઈ બચુભાઈ મકવાણા, ગોવિંદભાઈ પાંચાભાઈ કુજળીયા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૩૭પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
