<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉં નોંધણીની મુદત ૨૭ માર્ચ સુધી લંબાવાઈ

નવી મુદત મુજબ તા. ૧૩/૦૩/૨૦૨૬ થી તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે.

જામનગર :ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૬-૨૭માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ.૨૫૮૫ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.મારફતે કરવામાં આવનાર છે. રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની ખરીદી માટે ખેડૂતોની નોંધણી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ઘઉંની નોંધણી માટેનો સમયગાળો તા. ૦૧/૦૨/૨૦૨૬ થી તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધી નક્કી કરવામાં આવ્યો હતો.

ખેડૂતો તરફથી નોંધણીનો સમયગાળો લંબાવવાની રજૂઆતો મળતા તેમજ વધુમાં વધુ ખેડૂતો નોંધણી કરી શકે અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)નો લાભ મેળવી શકે તે હેતુસર નોંધણીની મુદત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તે મુજબ હવે ઘઉંની નોંધણી માટેનો સમયગાળો વધુ ૧૫ દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. નવી મુદત મુજબ તા. ૧૩/૦૩/૨૦૨૬ થી તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે.
જામનગર જિલ્લાના ખેડૂતોએ આ વધારેલી મુદતનો લાભ લઈ સમયસર પોતાની નોંધણી કરાવી લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મેળવવા જામનગર જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે

(1:41 AM IST)