News of Saturday, 14th March 2026
જામનગરની દીકરી મમતા માવની સિદ્ધિ : સિંધી સમાજમાં ગૌરવની લાગણી
અથાગ મહેનતથી નાની ઉમરમાં બન્યા જજ : સિંધી યુવા સંગઠન દ્વારા કરાયું સન્માન

જામનગર સિંધી સમાજ માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સમાજની દીકરી મમતા રાજુભાઈ માવ જજ બની સમગ્ર પરિવાર અને સિંધી સમાજનું નામ રોશન કર્યું. નાની ઉમરમાં અથાગ મહેનત અને લગનથી મમતાબેને જજ કક્ષા સુધી પહોંચીને યુવતીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ અવસરે સિંધી યુવા સંગઠન દ્વારા મમતાબેન માવનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજના આગેવાનો એ જણાવ્યું હતું કે મમતાબેનની આ સિદ્ધિ સમગ્ર સિંધી સમાજ માટે ગર્વની વાત છે અને તેમની સફળતા યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.
(1:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
