હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : હાલ ધો.૧૦ અને ધો. ૧૨ ની ચાલતી બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓ માનસિક તાણ ન અનુભવે એ માટે શિક્ષણ તંત્ર તેમ જ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરાય છે. પરંતુ તે વચ્ચે પણ નિરાશ થતાં કે હિંમત હારી જતા વિદ્યાર્થીઓ ખોટું પગલું ભરી લે છે. કચ્છના લખપતના ઘડુલી ગામે ધો.૧૨ ની વિદ્યાર્થીની પ્રિયાંશી દિનેશ મુનિયાએ ગઈ કાલે પોતાને ઘેર ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દઈ દીધો હતો. મૃતક વિધાર્થીનીના પિતા નજીકમાં જ આવેલા જીએમડીસીના છેર પાવર પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે. આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરીક્ષામાં પેપર આપવા જતા પૂર્વે જ તેણે ગળે ફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભરતાં પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM