તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
કાલે ભાવનગરનાં ણોસરામાં શ્રી રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠામાં પૂ.મોરારિબાપુની ઉપસ્થિતિમાં ધર્મસભા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪: ગોહિલવાડનાં સણોસરા ગામમાં સુંદર શ્રી રામજી મંદિર નવનિર્માણ થયું છે. આ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ શુક્રવાર તા.૧૩થી રવિવાર તા.૧૫ દરમિયાન ભક્તિભાવ સાથે યોજાયો છે.
સણોસરામાં આ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે રવિવારે બપોરે સંતો મહંતો સાથે શ્રી મોરારિબાપુની મુખ્ય ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે. આ ધર્મ પ્રસંગે શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ, શ્રી કણિરામબાપુ, શ્રી સ્વરૂપાનંદજી સ્વામી, શ્રી રવુબાપુ, શ્રી સંતદાસબાપુ, શ્રી કાળુબાપુ, શ્રી જિણારામબાપુ, શ્રી જેરામદાસબાપુ, શ્રી જયદેવશરણજી મહારાજ, શ્રી બાબુરામ ભગત, શ્રી મહાવીરબાપુ, શ્રી ઘુઘજી મહારાજ, શ્રી ઉપેન્દ્રદાસબાપુ, ભૂપતભાઈ સોની, શૈલેષગીરીબાપુ, સુરેશગીરીબાપુ, ગજુપરીબાપુ, ઘનશ્યામદાદા, હરજીવનદાસ દુધરેજિયા વગેરેના આશીર્વાદ ભાવ સાથે સમસ્ત સણોસરા ગામ પરિવાર આયોજનમાં રહેલ છે.
પ્રતિષ્ઠા વિધીમાં આચાર્યપદે અલ્પેશભાઈ પાઠક રહેલાં છે. સણોસરાના અગ્રણીઓના સંકલન સાથે કાર્યકર્તાઓ સ્વયંસેવકો વગેરે ગ્રામજનોમાં ખૂબ ભાવ અને ઉત્સાહ રહેલો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
