<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ભાણવડના રૂપામોરા ગામે ગૌશાળાની જગ્‍યામાં લોકડાયરાની ફલ્‍ડ લાઈટો ચોરનાર ઝબ્‍બે

ખંભાળીયા,તા.૧૪: ભાણવડ પો.સ્‍ટે. માં ગઈ તા.૧૨/૦૩/૨૦૨૬ ના રોજ જાહેર થયેલ કે, ગઇ તા.૦૪/૦૩/૨૦૨૬ ના રૂપામોરા ગામની ગૌશાળાની જગ્‍યામા લોક ડાયરાનુ આયોજન કરેલ જેમાં ફરીયાદીની સુર્યવંશી શ્રી રામ લાઇટીંગની અલગ અલગ ફલ્‍ડ લાઇટો કુલ નંગ-૧૫ કુલ કી.રૂા. ૨૧૦૧૦/- ની સ્‍ટેજ પાસે રાખેલ હોય જે લાઇટોની કોઇ અજાણ્‍યા ચોર ઇસમએ ચોરી થયેલની ફરીયાદ થયેલ.

જે અનુસંધાને સર્વેલન્‍સ સ્‍કોડ દ્વારા હ્યૂમન સોર્સિસથી તપાસ કરતા હકિકત આધારે ચોરી કરેલ ફલ્‍ડ લાઇટો કુલ નંગ-૧૫ રૂ.૨૧,૦૧૦ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ મો.સા. રૂ.૧૫,૦૦૦ મળી કુલ રૂ.૩૬,૦૧૦ના મુદામાલ સાથે કૌશીકભાઇ કિશોરભાઇ કારેણા ઉવ.૨૬ ધંધો-ઇલેકટ્રીકની દુકાન રહે.ગડુ ગામ તા.ભાણવડ ને ઝડપી લીધેલ છે.

આ કામગીરી દેવભુમી દ્વારકા ભાણવડ પો.સ્‍ટે. પો.ઇન્‍સ. સી.એલ.દેસાઇ બી બીટ ઇન્‍ચાર્જ ASI મહેન્‍દ્રસિંહ અજુભા રાણા તથા સર્વેલન્‍સ સ્‍કોડના ASI જયપાલસિંહ પ્રવિણભાઇ જાડેજા તથા HC જીતુભાઇ સામરાભાઇ જામ તથા કિશોરસિંહ ચંદુભા જાડેજા તથા નારણભાઇ પબાભાઇ બેલા તથા દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા તથા PC લાલાભાઇ ફોગાભાઇ ખાટલીયા તથા યોગરાજાસિહ દિલીપસિંહ ઝાલા તથા બી બીટના HC ભાવીનભાઇ પરબતભાઇ પીપરોતર વિગેરે નાઓએ કરેલ.

(10:35 AM IST)