<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

દેવભુમિ દ્વારકા જીલ્લામાં'આપ'દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સેન્સ પ્રક્રિયાપૂર્ણ

પાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે અનેકની દાવેદારી

 (કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૪ઃ  દેવભૂમિ દ્વારકા જિલ્લા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા)ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉમેદવારી નોંધાવવા દાવેદારો ની (સેન્સ/સર્વે) પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા માં આવનાર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવી રહી છે, ત્યારે સેન્સ ની પ્રક્રિયા ગુજરાતમાં પાર્ટીની વિસ્તરણ અને જનતાના મુદ્દાઓને મજબૂત અવાજ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામખંભાળિયા ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં પ્રદેશ નેતાઓ, જિલ્લા સંગઠનના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓએ ભાગ લીધો હતો. કાર્યકર્તાઓએ ઉત્સાહથી પોતાની ઉમેદવારી નોંધાવા માટે દાવેદારી  ફોર્મ ભર્યા હતા.

જિલ્લા પંચાયતઃ૧૭ દાવેદારો એ ઉમેદવારી માટે પોતાના ફોર્મ ભર્યા અને દાવેદારી નોંધાવી. તાલુકા પંચાયતૅં આશરે ૪૭ કાર્યકર્તાઓએ દાવેદારી કરી પોતાની ઉમેદવારી નોંધાવી, જેમાં વિવિધ વોર્ડ અને વિસ્તારોના પ્રતિનિધિત્વ છે.

જામખંભાળિયા નગરપાલિકૉં ૪ વોર્ડમાં કાર્યકર્તાઓએ દાવેદારી કરી  ઉમેદવારી નોંધાવી, જેમાં સ્થાનિક સમસ્યાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધ દાવેદારો સામેલ છે.

આ પ્રક્રિયા દ્વારા આમ આદમી પાર્ટીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોતાનું મજબૂત સંગઠન દર્શાવ્યું છે. પાર્ટી જનતાના મુદ્દાઓ જેમ કે શિક્ષણ, આરોગ્ય, પાણી, રોજગાર અને વિકાસને પ્રાથમિકતા આપીને ચૂંટણીમાં ભાગ લેશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાર્ટીની તૈયારીઓ તેજ થઈ રહી છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લો તેનું મહત્વનું કેન્દ્ર બની રહ્યો છે. આમ આદમી પાર્ટી જનતાના સહયોગથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પારદર્શક, ભ્રષ્ટાચારમુકત અને વિકાસલક્ષી શાસન સ્થાપવા માટે પ્રતિબદ્ધ છે

(1:18 PM IST)