News of Saturday, 14th March 2026
બાબરામાં બાઈક આડે આખલો ઉતરતાં નવપરિણીત દંપતીને ઈજા થતાં સારવારમાં
પત્નીને માવતરેથી ઘરે પરત લેવા જતી વેળાએ સર્જાયો અકસ્માત

રાજકોટ, તા. ૧૪ઃ અમરેલીના બાબરાના બીલવાડા ગામેથી રાજકોટ પરત ફરી રહેલા દંપતીના બાઈક આડે આખલો ઉતરતાં બાઈક સ્લીપ થઇ ગયું હતું જેને લીધે બાઈકમાં સવાર દંપતીને ઈજા થતાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાની વિગત એવી છે કે, બાબરાના બીલવાડા ગામે માવતર ધરાવતા આશાબેન હિતેશભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૨૩) અને તેમના પતિ હિતેશભાઈ વાલજીભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૨૫) બાઈકમાં બેસી રાજકોટ આવી રહ્યા હતાં ત્યારેબાઈક આડે આખલો ઉતરતાં હિતેશભાઈએ બાઈક પરનું બેલેન્સ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. જેને લીધે હિતેશભાઈ અને તેમના પત્ની આશાબેનને માથાના ભાગે ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્ત આશાબેનના પતિ હિતેશભાઈ પોતે બીટી સવાણી હોસ્પિટલમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે અને બંને બે મહિના પહેલાં જ લગ્નગ્રંથીથી જોડાયા હોવાનું માલૂમ પડયું છે
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
