<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

પોરબંદર ઉદ્યોગનગર રેલ્‍વે બંધ કરાશે તો ચૂંટણીમાં જવાબ આપીશુઃ લોક આક્રોશ

રેલ્‍વે દ્વારા કાયમી બંધ કરાય તો હજારો લોકોને આવનજાવનમાં ભારે મુશ્‍કેલીઃ વૈકલ્‍પિક રસ્‍તાની બીસ્‍માર હાલતઃ મરામત કરાતો નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૪: ઉદ્યોગનગર વિસ્‍તારમાં રેલ્‍વે ફાટકનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ રેલ્‍વે ફાટક થોડા સમય પછી ખૂલ્‍યાં બાદ આ ફાટક બંધ કરાશેનું બોર્ડ મૂકવામાં આવતા ફરી વિવાદ ઘેરો બનયો છે.

રેલ્‍વે ફાટક કાયમી બંધ કરાય તો આગામી ચૂંટણીમાં અમો જવાબ આપીશું તેવું લોકો આક્રોશ સાથે કહે છે.

ઉદ્યોગનગર રેલ્‍વે ફાટક બંધ કરવા આંદોલનો થયાં હતાં સત્તવાળાઓ આ રેલ્‍વે ફાટકનો પ્રશ્‍ન ઉકેલ માટે આવેલ ખાતરીનો અમલ થતો નથી.

ઉદ્યોગનગર રેલ્‍વે ફાટક ઉપર ફાટક ૩૧મી મે સુધી ખુલ્લુ રહેશે અને ભાર પછી બંધ કરાશે તેવુ બોર્ડ મૂકવામાં આવતા ફાટક પ્રશ્‍ને શાંત થયેલ વિવાદ ફરી ઉઠયો છે.

ઉદ્યોગનગર રેલ્‍વે ફાટક પત્રકારની સોસાયટીઓના લોકોના જણાવેલ કે ૪૦ થી ૫૦ હજાર લોકો આ રેલ્‍વે ફાટકથી આવન-જાવન કરે છે. અને ફાટક કાયમી બંધ થાય તો લોકોને શહેરમાં જવા માટે ફરીને જવું પડે છે. જવાબદારોએ વૈકલ્‍પિક રસ્‍તા અંગે જણાવેલ છે પરંતુ વૈકલ્‍પીક રસ્‍તો અને આ રસ્‍તાની અવાવરૂ જેવી હાલત છે

(1:18 PM IST)