<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ધ્રોલના ખારવા ગામે શોકનું મોજું : ધારેશ્વર ડેરીના કર્મચારી ૩૮ વર્ષીય ખેંગારભાઈ મુધવાનું હાર્ટ અટેકથી મૃત્‍યુઃ ત્રણ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

 (સંજય ડાંગર દ્વારા)ધ્રોલ, તા., ૧૪:  તાલુકાના ખારવા ગામે આજે વહેલી સવારે એક અત્‍યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના રહેવાસી અને ધ્રોલ માહી ડેરીમાં ફરજ બજાવતા આશરે ૩૮ વર્ષીય આશાસ્‍પદ યુવાન ખેંગારભાઈ નોધાભાઈ મુધવાનું હાર્ટ અટેક આવતા આકસ્‍મિક અવસાન થયું છે. આ ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ, આજે વહેલી સવારના સમયે ખેંગારભાઈને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્‍યો હતો. પરિવારજનો દ્વારા વિલંબ કર્યા વગર તેમને તાત્‍કાલિક સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યા હતા. જોકે, કમનસીબે હોસ્‍પિટલના દરવાજે પહોંચે તે પહેલા જ રસ્‍તામાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હોસ્‍પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મળત જાહેર કર્યા હતા.

ખેંગારભાઈ ધ્રોલ ધારેશ્વર ડેરીમાં કાર્યરત હોવાથી તેમના નિધનના સમાચાર મળતા જ તેમના સહકર્મચારીઓ અને ડેરીના સ્‍ટાફમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મળતક ખેંગારભાઈને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા મુધવા પરિવાર પર આભ તૂટી પડ્‍યું છે. માત્ર ૩૮ વર્ષની નાની વયે હાર્ટ અટેકથી થયેલા આ મોતે ખારવા ગામને શોકમગ્ન કરી દીધું છે.

(12:25 PM IST)