News of Sunday, 15th March 2026
ચોટીલામાં હોટલોમાં LPG ગેસને લઈ પુરવઠા વિભાગનું સઘન ચેકિંગ
ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો દુરુપયોગ રોકવાનો અને ગેરકાયદે સંગ્રહખોરી પર અંકુશ મેળવવા તપાસ

સુરેન્દ્રનગર :મધ્ય પૂર્વની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે LPG સિલિન્ડરના વિતરણને સુવ્યવસ્થિત રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જે અન્વયે, સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગના નિર્દેશ હેઠળ ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો દુરુપયોગ રોકવાનો અને ગેરકાયદે સંગ્રહખોરી પર અંકુશ મેળવવા તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન અધિકારીઓએ હોટલ સંચાલકોને કડક સૂચના આપી છે કે સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી, નિર્ધારિત જથ્થાનો જ ઉપયોગ કરવો. જે હોટલોમાં રાંધણ ગેસના વપરાશમાં અનિયમિતતા જણાશે અથવા ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ થતો પકડાશે, તેમની સામે 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫' અને 'LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦' હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
