<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક બે સ્થળે આગ લાગતા ફાયરની ટીમે કામગીરી કરી.

મોરબી ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં મહેન્દ્રનગર ગામ નજીક અલગ અલગ બે સ્થળે આગના બનાવો બન્યા હતા જે ધટનાની જાણ મોરબી ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો

પ્રથમ બનાવમાં મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક રામધન આશ્રમ સામે સુપર માર્કેટ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જે અંગે મોરબી ફાયરની ટીમને જાણ કરવામાં આવતા દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો તો બીજી ધટનામાં મહેન્દ્રનગર ચોકડી નજીક વ્યારાના પેટ્રોલપંપ સામે કાર સ્પાની બાજુમાં કચરો સળગાવ્યો હતો જે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી ફાયરની ટીમે જાણ કરવામાં આવતા ફાયરની ટીમે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.જો કે બંને ધટનામાં કોઈ જાનહાની ના થઇ હોવાની માહિતી ફાયર વિભાગ પાસેથી મળી છે.

(8:47 PM IST)