<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

વિસાવદર તાલુકાનાં દુધાળા(ગીર)નાં ગ્રામજનો બિસ્માર રોડ પ્રશ્ને ૨૭મી માર્ચ સુધીમાં ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે: ઉપ સરપંચ યારૂભાઈ બ્લોચ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર તાલુકાનાં દુધાળા(ગીર)ના યારમહમદભાઈ નુરમહમદભાઈ બ્લોચ ઉપસરપંચ-ગ્રામ પંચાયત-દુધાળા(ગીર)એ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન-પેટા વિભાગ-જુનાગઢને લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે, વિસાવદર તાલુકાના દુધાળા ગામે ઉપસરપંચ તરીકે ફરજ બજાવુ છુ અને દુધાળા ગામને જોડતા રસ્તા જેવા કે દુધાળા-માણંદીયા-કાલસારી દુધાળા-વિસાવદર જે બન્ને રોડ અતિ બિસ્માર હાલતમાં હોય તેમજ મોટા ભુવાઓ પડી ગયેલ હોય ભયાનક અકસ્માતની સંભાવના હોય નાયબ કાર્યપાલક ઈજનેર વિસાવદર ને અવાર નવાર લેખીત રજૂઆત કરેલ હોય તેમ છતા પણ તેમના દવારા કોઈપણ જાતની કાર્યવાહી કરેલ ન હોય જેથી તા.૨૭/૦૩/૨૦૨૬ સુધીમાં રીકાર્પેટની કામગીરી શરૂ કરવામા નહી આવે તો દુધાળા ગામના ગ્રામજનો દવારા માર્ગ અને મકાન પેટા વિભાગ વિસાવદર મુકામે આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તેની સંપૂર્ણ જવાબદારી આપના શીરે રહેશે તેમ ઉપસરપંચ યારૂભાઈ બ્લોચે જણાવ્યું છે તેઓએ (૧) કલેકટર-જુનાગઢ (૨) શ્રી જીલ્લા વિકાસ અધિકારી-જુનાગઢ (૩) નાયબ કાર્યપાલક ઈજનેર સાહેબ-વિસાવદરને પણ રજૂઆતના પત્રની નકલો મોકલી છે.

(10:54 PM IST)