<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

વિસાવદરમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે શ્રી ભાગ્યશ્રી ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લી.નો સંકલ્પ

મહિલાઓને આત્મનિર્ભર બની સમાજના વિકાસમાં આગળ આવવા માટે પ્રેરણા આપવામાં આવી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરની સંસ્થા શ્રી ભાગ્યશ્રી ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લી.ની યાદીમાં જણાવ્યા અનુસાર  વિસાવદર તાલુકાની આ એક માત્ર મહિલા મંડળી છે  જેના દ્વારા વિશ્વ મહિલા દિવસ અંતર્ગત વિસાવદર ખાતે મહિલાઓના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.
શ્રી ભાગ્યશ્રી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લી. એક મહિલા મંડળી તરીકે કાર્ય કરે છે તેની સ્થાપના તા. 13-10-2025ના રોજ કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ સમાજની મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે વિવિધ લોન યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડે છે. નાના વ્યવસાય, ગૃહઉદ્યોગ, સ્વરોજગાર અને જીવનજરૂરી જરૂરિયાતો માટે મહિલાઓને સરળ શરતો પર લોન ઉપલબ્ધ કરાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સોસાયટીનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા તરફ આગળ વધારવાનો છે જેથી તેઓ પોતાના પરિવાર તથા સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે. વિશ્વ મહિલા દિવસના અવસરે સોસાયટીના સ્થાપક ચેરપર્સન રીનાબેન ડી.ભાલીયા અને સભ્યોએ મહિલાઓના સશક્તિકરણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને વધુમાં વધુ મહિલાઓ સુધી સોસાયટીની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. અંતમાં તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને મહિલાઓને આત્મનિર્ભર બની સમાજના વિકાસમાં આગળ આવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે

(11:00 PM IST)