News of Monday, 16th March 2026
લોધીકાના બાલસર ગામે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
બાલસરની પવિત્ર ધરા પર ભક્તિ અને માનવતાનો મહાકુંભઃ મૈત્રા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞમાં ગુંજશે આદ્યશક્તિનો જયઘોષ, ધર્મના આંગણે બે દીકરીઓના કરિયાવર સાથે કન્યાદાનનો રૂડો અવસર અને રાત્રિના લોકડાયરામાં જામશે સાહિત્યની જમાવટ

(ભીખુપરી ગોસાઇ - સંજય ડાંગર દ્વારા) ખીરસરા-ધ્રોઇ, તા.૧૬: રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાનું નાનકડું અને ગોકુળિયું ગણાતું ગામ બાલસર આગામી દિવસોમાં આદ્યશક્તિની આરાધનાના દિવ્ય રંગે રંગાવા જઈ રહ્યું છે. મૈત્રા પરિવારના આંગણે આયોજિત ‘શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ' અને દીકરીઓના શુભ વિવાહના પ્રસંગે સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. આ મહોત્સવ માત્ર ધાર્મિક અનુષ્ઠાન જ નહીં, પરંતુ સામાજિક સેવાનું પણ એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડશે.
લોધીકાના બાલસર ગામે મૈત્રા પરિવાર દ્વારા આ પાવનકારી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા તરીકે પ્રખ્યાત આચાર્યશ્રી કૌશિક દાદા જોષી (કોલડાવાળા, અમરેલી) પોતાની મધુર વાણીથી શ્રોતાઓને દેવી ભાગવતના ગૂઢ રહસ્યો અને મા શક્તિના મહિમાનું રસપાન કરાવશે. કથાનો શુભ પ્રારંભ તા.૨૦-૦૩-૨૦૨૬, શુક્રવાર (ચૈત્ર સુદ ૨) ના રોજ થશે અને તેની પૂર્ણાહુતિ તા.૨૮-૦૩-૨૦૨૬, શનિવાર (ચૈત્ર સુદ ૧૦) ના રોજ થશે. કથાનો સમય દરરોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોરે ૩:૦૦ થી ૬:૦૦ રાખવામાં આવ્યો છે.
આ નવ દિવસીય જ્ઞાનયજ્ઞમાં અનેક પાવનકારી પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. ૧૯ માર્ચના રોજ હેમાદ્રી પ્રયોગ બાદ ૨૦ માર્ચના રોજ સવારે ૮:૩૦ કલાકે ભવ્ય પોથીયાત્રા નીકળશે અને ૧૧:૦૦ કલાકે દીપ પ્રાગટય વિધિ યોજાશે. કથાના મુખ્ય આકર્ષણોમાં ૨૨ માર્ચે શ્રી રામ જન્મોત્સવ, ૨૩ માર્ચે શ્રી કળષ્ણ જન્મોત્સવ અને ૨૬ માર્ચના રોજ શિવ-પાર્વતી વિવાહનો દિવ્ય પ્રસંગ ઉજવાશે. શિવ-પાર્વતી વિવાહ પ્રસંગે ઈશ્વરીયાથી શ્રી ભરતભાઈ હીરાભાઈ ડાંગર ભગવાન શંકરની જાન લઈને પધારશે. આ ઉપરાંત શ્રી અંબિકા પ્રાગટય, શ્રી નવદુર્ગા પ્રાગટય અને શ્રી ગાયત્રી પ્રાગટય જેવા દૈવી પ્રસંગો શ્રદ્ધાળુઓ માટે ભક્તિનું કેન્દ્ર બનશે.
આ મહોત્સવની વિશેષતા એ છે કે, મૈત્રા પરિવારે કથાની સાથે સેવાનો પણ સંકલ્પ કર્યો છે. તા.૨૪-૦૩-૨૦૨૬ ના રોજ સાધુ સમાજની (દશનામ ગોસ્વામી સમાજ) બે દીકરીઓના શુભ લગ્ન આ જ મંડપ નીચે યોજાશે. પોલાભાઇ જીવાભાઇ મૈત્રા પરિવાર માવતર બની આ દીકરીઓને કરિયાવર આપી આશીર્વાદ સાથે વિદાય આપશે. ઁકન્યાદાન મહાદાનઁ શબ્દને સાર્થક કરતી આ ઉમદા ભાવનાએ સમગ્ર પંથકમાં મૈત્રા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
રાત્રિના સમયે ભક્તોના મનોરંજન અને સાહિત્યના પ્રચાર માટે ભવ્ય લોકડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૧ માર્ચે અનુપમસિંહ વાઘેલા લોક સાહિત્ય કાર, મનસુખ વસાવા હાસ્ય કલાકાર ઉપસ્થિત રહેશે. ૨૩ માર્ચના રોજ ભાવેશ આહિર અને નહેલ આહિર વ્રજરાસની રમઝટ બોલાવશે. ૨૫ માર્ચના રોજ સુપ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવી અને જયદિપ ખુમાણ લોકસાહિત્ય પીરસશે, જ્યારે ૨૬ માર્ચે વિજુબેન આહિર લગ્નગીતોની પ્રસ્તુતિ કરશે અને લખન ઠાકોર ભજનની મોજ કરાવશે. ૨૯ માર્ચના રોજ પણ કલાકારો દ્વારા લોકડાયરાની જમાવટ કરવામાં આવશે.
આ દિવ્ય પ્રસંગે આશીર્વચન પાઠવવા માટે માતળશ્રી રામબાઈમાંની જગ્યા (વવાણીયા)ના મહંતશ્રી પ્રભુદાસબાપુ, આઈશ્રી જાનબાઈમાં (માટેલ), પાળના ઠાકરના મહંતશ્રી ટીટાભગત અને અન્ય અનેક જગ્યાના સાધુપ્રસંતો ઉપસ્થિત રહેશે. મૈત્રા પરિવારના મોભીઓ શ્રી નારણભાઈ, શ્રી સામતભાઈ, શ્રી રાજાભાઈ અને શ્રી જીવાભાઈ પરબતભાઈ મૈત્રા તથા સમગ્ર મૈત્રા પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ કથામળતનો લાભ લેવા અને દરરોજ બપોરે ૧૨:૦૦ કલાકે તથા સાંજે ૬:૦૦ કલાકે યોજાનાર મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
