News of Monday, 16th March 2026
માળિયાના કેરાળામાં ઘર પાસે પહોંચેલા યુવાનનું બાઈકની ઠોકરે મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬: માળીયાહાટીના પાસેના કેરાળા ગામના હરેશભાઈ મનસુખભાઈ ભંભાળા (ઉં.વ. ૩૬) શનિવારે સાંજના સમયે વાડીએથી ગાય અને ભેંસ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા.
દરમિયાન, ગામમાં ધર્મેશભાઈ મોહનભાઈના મકાન પાસેના રોડ પર પહોંચતા એક અજાણ્યા બાઈક ચાલકે હરેશભાઈને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ બાઇક ચાલક મદદ કરવાને બદલે ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે માળિયા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે કેશોદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા.
માળિયા પોલીસે અક્સ્માત અંગે મળતકના ભાઈ રોહિતભાઈની ફરિયાદ લઈ અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
