News of Monday, 16th March 2026
ત્રીજા વિશ્વયુધ્ધનું નીમિત બનશે?
માર્ચના આરંભથી ત્રણ દેશો વચ્ચે શરૂ થયેલ યુધ્ધ ૬ ઓગસ્ટ-૧૯૪પના દિવસે જાપાનના હિરોશીમાં પર અમેરિકાએ પ્રથમ અણુ બોમ્બ ઝીંકેલો જેનાથી એક લાખ ચાલીસ હજાર લોકોના તત્કાળ મૃત્યુ થયેલા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૬: વર્તમાન ર૦ર૬ ના ફેબ્રુઆરીના અંતિમ દિવસે ઇરાનના બીજા નંબરના ખામેનોઇની વફાત (મૃત્યુ) અમેરિકા દ્વારા થઇ ત્યાર બાદ અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન આ ત્રણ દેશો વચ્ચેનું યુધ્ધ વધુને વધુ ગંભીર બની રહયા છે. સાથે જ આ યુધ્ધ ત્રીજા વિશ્વયુધ્ધનું નીમિત તો નહીં બને ને? એવી ચર્ચાઓ સમાંતર વેગ પકડી રહી છે.
૬ ઓગષ્ટ ૧૯૪પ ના દિવસે જયારે કે બીજુ વિશ્વયુધ્ધ ચાલી રહયું હતું તે સમયે આ દિવસે પ્રથમ ન્યુકલીયર બોમ્બ અમેરિકા દ્વારા જાપનના હિરોશીમા શહેરમાં ઝીંકાયેલ હતો. જો હવે ત્રીજુ વિશ્વયુધ્ધ થાય તો ન્યુકલીયર બોમ્બ ફોડવાની ભૂલ શું હવે અમેરિકા કરે ખરી ? સ્વાભાવિક છે કે અમેરિકા હવે આવી ભૂલ તો નહીં જ કરે કારણ કે પ્રથમ પરમાણું બોમ્બ વરસાવી ને તેના કારણે એક લાખ ચાલીસ હજાર લોકોના મૃત્યુને કારણે હયુમન કીલર તરીકે આજે પણ અમેરિકા બદનામ રહયુ છે. હાલ વિશ્વમાં રશીયા-અમેરિકા, પાકિસ્તાન, ભારત, ઉત્તર કોરિયા સહિત ઘણા દેશો પરમાણુ બોમ્બ અથવા પરમાણુ શકિત ધરાવનારા દેશો ગણાય છે.
વિતેલા દિવસોમાં રશિયા-યુક્રેન યુધ્ધ શરૂ થયુ ત્યારથી ત્રીજા વિશ્વયુધ્ધની સંભાવનાઓ ઉજાગર થઇ ચર્ચાઓ પર છે. હવે ઇરાન-અમેરિકા-ઇઝરાયેલ આ ત્રણ દેશો વચ્ચેના યુધ્ધ શરૂ થવાને કારણે ફરી ત્રીજા વિશ્વયુધ્ધની સંભાવનાઓ વધુ દ્રઢ બની રહી છે.
૧૯૪પ બાદ યુધ્ધ સમયે અમેરિકાએ ભલે પરમાણુ બોમ્બનો ઉપયોગ નથી કર્યો. પણ પખવાડીયા પૂર્વે અમેરિકાએ ઇરાનના ધાર્મિક વડા ખામેનેઇની હત્યા મિસાઇલ વિસ્ફોટથી કરી તે ઘટના ઇરાનના લોકોની દૃષ્ટિએ, અમેરિકા-ઇઝરાયેલ દ્વારા પરમાણુ વિસ્ફોટથી પણ વધુ ગંભીર ઘટના છે અને એજ કારણે આવનારા દિવસોમાં ત્રીજુ વિશ્વ યુધ્ધ, અને તે પરમાણુ યુધ્ધમાં કન્વર્ટ થાય તેવી આશંકાઓ વધુ વેગવાન બની છે. આવનારા દિવસોમાં ત્રીજું વિશ્વયુધ્ધ થાય તો અને તેમાં પરમાણુ બોમ્બ વિસ્ફોટ પણ થવા પામે તો તે કયા દેશ દ્વારા થશે? કેટલી જબ્બર માનવ તબાહી થશે? કારણ કે ૧૯૪પ ના પરમાણુ બોમ્બથી પણ અનેકગણા વધુ શકિતશાળી બોમ્બ હાલ અસ્તિત્વ ધરાવે છે.
વિસ્ફોટ બાદ વર્ષો સુધી તેની ઘાતક રેડીએશનની અસર પણ રહી શકે છે. આ બધી ગંભીર બાબતોને કારણેજ હાલ ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુધ્ધના અહેવાલો વચ્ચે ત્રીજા વિશ્વયુધ્ધ તથા તેની ઘાતક આડઅસરોના અહેવાલો પણ સમાંતર કયાંકને કયાંક ચર્ચાઇ જ રહ્યા છે વર્ષ ર૦ર૬ના ત્રીજા માસમાં, ત્રીજા દિશ્વ યુધ્ધની સંભાવનાઓમાં, ઉત્તર કોરીયાના ત્રીજા સુપ્રીમ લીડર કોમ જોંગઉન, ઇરાનના ત્રીજા ખામેનેઇ મોજતબાની ભૂમિકા કેવી રહેશે? તે બાબત ધ્યાન દોરનારી બની રહી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
