<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

વડોદરા-સુરત વચ્‍ચે અકસ્‍માતમાં ખંભાળીયા- રાજકોટના લોહાણા વેપારી રૂપેશભાઇ દતાણીનું મૃત્‍યુ

વિદેશ રહેતા પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા ઘેરો શોકઃ ભાણેજ હિરેનભાઇ જગદીશભાઇ દાવડાને સામાન્‍ય ઇજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ખંભાળીયાના મૂળ વતની તથા હાલ રાજકોટ તથા દુબઇમાં વ્‍યવસાય કરતા ધનાઢય વેપારી રૂપેશ હેમંતભાઇ દતાણી (ઉ.વ.પ૧) નામના લોહાણા પ્રૌઢનું વડોદરા-સુરત પાસે કાર અકસ્‍માતમાં અવાસન થતા ખંભાળીયા લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઇ હતી.

જામખંભાળિયાના વતની રૂપેશભાઇ હેમતલાલ દત્તાણી રાજકોટ સ્‍થાયી થયા છે અને તેઓ જામનગર વસવાટ કરતા પોતાના ભાણેજ હિરેન જગદીશભાઇ દાવડા સાથે શનિવારે વ્‍હેલી સવારે ૩ વાગ્‍યે થાર જીપ નં.જીજે-૩ એમબી-૯૮૨૯માં ગોવા જવા માટે રવાના થયા હતા.

આ દરમીયાન ગઇકાલે સવારે ૭ વાગ્‍યાના અરસામાં મામા-ભાણેજનું વાહન વડોદરા એક્‍સપ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહ્યું હતું. ત્‍યારે  દિલ્‍હી-મુંબઇ એક્‍સપ્રેસ હાઇવે પર માતર ટોલ નાકા નજીક ખટારા નં.ટીએ-૫૨-એમ-૧૦૫૯ને ઓવરટેક કરવા જતાં થાર જીપ ખટારાના પાછળના ભાગ સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો હતો અને આ અકસ્‍માતમાં થાર જીપની આગલી સીટ પર બેસેલા રૂપેશભાઇ હેમતલાલ દત્તાણી (ઉ.વ.૫૧)નું સ્‍થળ પર જ કરૂણ મળત્‍યુ નિપજયું હતું. જયારે જીપ ચલાવી રહેલા હિરેન જગદીશભાઇ દાવડાને સામાન્‍ય ઇજા થઇ હતી.

વર્ષો પહેલા સ્‍વ. રૂપેશભાઇ દતાણી ખંભાળીયામાં પોસ્‍ટ ઓફીસ રોડ પર રાજભોગ નામની મીઠાઇની દુકાન ધરાવતા હતા તે પછી તેઓ રાજકોટમાં સ્‍થાયી થયા હતા તથા રાજકોટ દુબઇમાં વ્‍યવસાય કરતા હતા. તેઓ રાજકોટથી જીપ લઇને જતા હતા. ત્‍યારે વડોદરા-સુરત વચ્‍ચે ભયંકર અકસ્‍માતમાં તેમને ગંભીર ઇજા થતા મૃત્‍યુ નિપજયું હતું. મૃકક રૂપેશભાઇને એક પુત્ર તથા એક પુત્રી હતા. જે બન્ને વિદેશમાં છે. (૪.૮)

કાલે રૂપેશભાઇ દત્તાણીની રાજકોટમાં અંતિમવિધી

જામનગર :  રાજકોટઃના રૂપેશભાઇ હેમતલાલ દત્તાણી (આર.ડી.) (ઉ.વ. ૫૧ - મુળ ગામ જામખંભાળીયા, હાલ-રાજકોટ) તે સ્‍વ. હેમતલાલ રૂગનાથ દત્તાણી (જામખંભાળીયા)ના પુત્ર તેમજ સ્‍વ. તુલસીદાસ કે. બદીયાણી (જામ ખંભાળીયાવાળા)ના જમાઇ તેમજ નિશાબેનના પતિ અને નિરાલી તથા હર્ષિલના પિતા તથા બીનાબેન પરેશકુમાર ગણાત્રા અને હિનાબેન જગદીશકુમાર દાવડા (જામનગર), નિલાબેન ઓજસકુમાર ઠકરાર (રાજકોટ) અને મનોજભાઇના ભાઇ તેમજ સ્‍વ. તુલસીદાસ રામજી જટણીયા (ઓખા)ના ભાણેજ  તા. ૧૫  ના આકસ્‍મિક અવસાન પામ્‍યા છે. અંતિમ યાત્રા તા. ૧૭/ ના સવારે ૧૧ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાન ફલેટ નં. ૯૦૩, શિલ્‍પન ઓનિક્‍સ (રૈયા ગામ, રાજકોટ) થી નીકળશે અને રૈયા સ્‍મશાને જશે.

 

 

(12:07 PM IST)