News of Monday, 16th March 2026
જસદણના ભડલી ગામે ગાંજાનું જંગી વાવેતર પકડાયુઃ ૩૭.૧૦ લાખના ગાંજાના છોડ કબ્જે
રમેશ જાદવે ચાર વિઘામાં અન્ય પાકો વચ્ચે વેચાણ માટે ગાંજાનું વાવેતર કર્યુ'તુઃ રૂરલ એસઓજીનો દરોડો તસ્વીરમાં ગાંજાનું વાવેતર અને બીજી તસ્વીરમાં પકડાયેલ શખ્સ સાથે રૂરલ એસઓજીનો સ્ટાફે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૬ :.. જસદણના ભડલી ગામની સીમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી ગાંજાનું જંગી વાવેતર પકડી પાડી ૩૭.૧૦ લાખના ગાંજાના છોડ કબ્જે કરી ખેડૂતની ધરપકડ કરી હતી.
પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ.જે સુચના અન્વયે રૂઅલ એસઓજીએ
ભડલી-વિઊઁયા રોડ, ભડલી ગામ સીમશાળા નં.૩ ની પાછળ ડુંગરવાળી
વિસ્તારમાં વાડીમાં (ખેતર)માં ગેરકાયદેસર રીતે માદકપદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરી, તેની માવજત કરી, અનિયમીત આકારના નાના મોટા કુલ છોડ નંગ-૬૪ મુળીયા સહીત નો કુલ વજન-૭૪ કિલો ૨૦૦ ગ્રામ જેની કિ.રૂપિયા-૩૭,૧૦,૦૦૦/- સાથે આરોપી રમેશભાઇ રતાભાઇ જાદવ ઉ.વ-૪૦ ભડલી ગામ, ભાણબાપુ રોડ પાસે તા.વિછીંયાની ધરપકડ કરી હીત. પકડાયેલ રમેશે ૪ વિઘામાં અન્ય પાકો વાવેલર વચ્ચે વેચાણ માટે ગાંજાનું વાવેતર કર્યુ હતું.
આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. એફ.એ.પારગી તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, તથા ફિરોઝભાઇ બ્લોચ તથા પો.હેડ.કોન્સ. વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, રઘુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, કલ્પેશભાઇ કોઠીવાર, નવદિપભાઇ બાબરીયા, પીયુષભાઇ અઘારા, તથા ડ્રા.પો.હેડ.કોન્સ. નરશીભાઇ બાવળીયા દ્રારા કરવામાં આવેલ છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
