News of Monday, 16th March 2026
સુરેન્દ્રનગરની સબજેલમાં માથાકૂટઃ કેદીઓના બે જૂથો વચ્ચે ઘર્ષણ બાદ ૩ને ઇજા
એક કેદીને જાપતો નહી મળતા આપઘાતનો પ્રયાસ કર્યો તે પછી મારામારી સર્જાઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૬: સુરેન્દ્રનગરની સબજેલ પોતાની કામગીરીને લઈ અને વારંવાર વિવાદમાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરની સબ જેલમાં ૧૨૫ ની ક્ષમતા હોવાની સામે હાલના તબક્કામાં ૨૯૦ થી વધુ કેદીઓ સજા કાપી રહ્યા છે જેને લઇને સુરેન્દ્રનગરની સબ જેલમાં ક્ષમતા કરતા વધુ કેદી હોવાના કારણે વારંવાર કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથડી રહી છે અને હાલના તબક્કામાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે સમસ્યા પણ સર્જાઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ વચ્ચે અંદરો અંદર પણ ઘર્ષણ થાય છે.
ખૂંખાર કેદીઓ છે તે વારંવાર અન્ય કેદીઓ સાથે મારામારી કરી રહ્યા છે જેને લઇને જેલનું તંત્ર બગડી રહ્યું છે અધિકારીઓ માટે પણ જેલ કંટ્રોલ કરવી ખૂબ કઠિન પરિસ્થિતિ સાબિત થઈ રહી છે. સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા બે જૂથો સામ સામે આવી ગયા હતા અને હુમલો કરવામાં આવતા ચાર જેટલા કેદીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.
તાત્કાલિક પોલીસ જાપતો ભરી અને ઇજાગ્રસ્ત કેદીઓ સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેમાં ખૂંખાર કેદી યાકુબ ખાન પઠાણ સહિતના કેદીઓ દ્વારા ગ્રુપ બનાવી અને ૦૩ જેટલા કેદીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે જેમાં બ્રિજેશ દેવેન્દ્રભાઈ તેમજ અમર નથુભાઈ અને અજયભાઈ મહેશભાઈ ને ઇજાઓ પહોંચી છે અન્ય એક કેદી પ્રથમ પારઘી છે તેને પોતાની જાતે જ પોતાના શરીર ઉપર હથિયારોના ઘા મારી દીધા છે ત્યારે આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
જોકે સમગ્ર ઘટના મુદ્દે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે સુરેન્દ્રનગર સબ જેલના જેલર સહિતના સ્ટાફ દ્વારા ખૂંખાર અને જેલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાવતા કેદીઓ માટે જેલ બદલી કરાવવા માટે ની રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ તેમની રજૂઆતો ધ્યાને નથી લેવામાં આવતી અને સુરેન્દ્રનગરની સબજેલમાં ઘર્ષણની ઘટનાઓ બની રહી છે તે પણ એક ગંભીર વિષય સામે આવી રહ્યો છે.
સુરેન્દ્રનગર સબ જેલના જેલર ફિરોઝ ખાન પઠાણ સાથે આ મુદ્દે વાત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે પ્રથમ પારઘી નામનો જે આરોપી સજા કાપી રહ્યો છે તેને હોસ્પિટલમાં જવા માટેનો જાપતો ભર્યો હતો પરંતુ આ જાપતો પાસ કરવામાં ન આવ્યો હતો ત્યારે તેના શરીર ઉપર તેના દ્વારા પોતે જ ત્રિક્ષ્ણ હથિયાર ના ઘા મારી દેવામાં આવ્યા હતા તેને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા બેરેકમાં જ મારામારી કરવામાં આવી હતી જેમાં બ્રિજેશ દેવેન્દ્ર આમન નથુ અને અજય મહેશ નામના કેદીઓને ઇજાઓ પહોંચી છે તેમને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેલ તંત્રને બહારમાં લેતા કેદીઓની જેલ ટ્રાન્સફર કરવા માટે રિપોર્ટ આપવામાં આવ્યા છે પરંતુ આ રિપોર્ટ પાસ થવાની રાહ જોવાઇ રહી છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
