<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ગોંડલમાં કારના ચોરખાનામાંથી વિદેશી દારૂની ૮૭ બોટલ પકડાઇઃ રવિની ધરપકડ

તસ્‍વીરમાં પકડાયેલા શખ્‍સ દારૂના જથ્‍થા સાથે નજરે પડે છે (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ) કાર અને દારૂ સહિત ૫.૮૭ લાખનો મુદામાલ કબ્‍જે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૬: રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાય ની નિમણુંક બાદ દારુ જુગાર અને  ટ્રાફિક નાં મામલે ‘આકરી' બનેલી ગોંડલ પોલીસે ધોંસ બોલાવી વિદેશી દારૂ  સાથે રૂા..૫,૮૭,૧૩૪ નો મુદ્દામાલ જડપી કાર્યવાહી કરી છે

પ્રાપ્ત વિગત મુજબ બી-ડિવિઝન પોલીસ સ્‍ટેશન નાં પીઆઇ. જે.પી રાવ તથા સ્‍ટાફ નાં મદનસિંહ ચૌહાણ શક્‍તિસિંહ જાડેજા, સુરપાલસિહ,ઓમદેવસિંહ, વિપુલભાઈ, હિતેન્‍દ્રસિંહ,નીમુબેન સહિત નાં સ્‍ટાફે જીજે  આરકે  ૯૫૫૧ નંબર ની હોન્‍ડા સીટી કાર ને રોકી તલાસી લેતા પાછલી સીટ પાછળ બનાવેલા ચોર ખાના માંથી રૂા..૮૭,૧૩૪ ની કિંમત ની વિદેશી દારૂ ની ૮૭ બોટલ મળી આવતા પોલીસે કાર સહિત રૂા..૫,૮૭,૧૩૪ નો મુદ્દામાલ કબ્‍જે કરી કાર ચાલક ગોંડલ નાં નાગડકા રોડ પર આવેલી તિરુમાલા ગોલ્‍ડ રેસીડેન્‍સી માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા રવિ અરજણભાઇ પરમાર ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી

(1:28 PM IST)