News of Monday, 16th March 2026
ધ્રોલ પોલીસ અને PGVCLનું મેગા સર્ચ ઓપરેશનઃ ૪૨ જેટલા અસામાજિક તત્વોના મકાનોમાં તપાસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ , તા., ૧૬: ધ્રોલ ટાઉન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ વિભાગ અને PGVCLના કર્મચારીઓની અલગ-અલગ ટીમો દ્વારા આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સંયુક્ત કાર્યવાહીમાં ટાઉન વિસ્તારના લિસ્ટેડ બુટલેગર, ટપોરીઓ અને અસામાજિક તત્વોને નિશાન બનાવી તેમના રહેણાંક મકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આશરે ૪૨ જેટલા ઇસમોના મકાનોમાં કરવામાં આવેલી આ તપાસ દરમિયાન ગેરકાયદેસર પ્રવળત્તિ આચરનારા તત્વો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, PGVCLના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન મેળવનારા ધારકો વિરુદ્ધ પણ સ્થળ પર જ તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવતા અસામાજિક તત્વો અને વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
