News of Monday, 16th March 2026
જામનગરમાં કરોડોની છેતરપીંડી કરનાર સાયબર ફ્રોડ ગેંગના ૩ આરોપી ઝડપાયા
જામનગર સાયબર ક્રાઈમની ટીમને સફળતાઃ બેન્ક ખાતાનો દુરૂઉપયોગ કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ, રાજકોટ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા સાયબર ક્રાઇમને લગત ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત વધતા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી તાબેના જીલ્લાઓને સતત માર્ગદર્શન આપેલ છે, જે અનુસંધાને પોલીસ અધીક્ષક શ્રી ડો.રવિ મોહન સૈની વડપણ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ ઝાલા જામનગર શહેર વિભાગ નાઓના માર્ગદર્શન તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ શ્રી આઈ.એ. ધાસુરા નાઓ દ્વારા જરૂરી સૂચના કરવામાં આવેલ કે, ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૩૧૭(૨), ૬૧(૨) તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ-૨૦૦૦ ની કલમ ૬૬(ડી) મુજબ તે એવી રીતે કે આ કામેના તહોમતદારે પોતાનુ બેંક ખાતું મળતીયાઓ સાથે મળી લોકો સાથે ઓનલાઈન ફોડ કરતી ગેંગ બનાવી અગાઉથી ગુન્હાહિત કાવતરૂ રચી પોતાના નામની DWARKADHISH ENTERPRISE નામની પેઢીનું AXIS BANK ACCOUNT NUMBER 92xxxxxxxxxxx77 થી ખાતુ ખોલાવડાવી બેંક એકાઉન્ટ ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે ખુબ મોટા કમીશને એકાઉન્ટ કિટ સહિત તેના મળતીયા તહોમતદારો ને વાપરવા આપી તે એકાઉન્ટમાં લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી લોકો સાથે ઠગાઇ કરી સાયબર ક્રાઈમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સાયબર ફોડના નાણા ૨,૮૦,૩૨,૨૦૭/- તથા અન્ય ગેરકાયદેસરના વ્યવહારો મળી ફૂલ રૂપિયા ૩,૮૬,૭૪,૭૫૬/- (ત્રણ કરોડ છ્યાસી લાખ ચુમોત્તેર હજાર સાતસો છપ્પન પુરા) ટ્રાંસફર કરાવી સદરહુ નાણા સાયબર ફોડના છે તેવુ જાણવા છતાં સાયબર ક્રાઇમ આચરતી ગેંગ સાથે મળી નાણા પોતાના ઉપયોગમા લઇ તેમજ સગેવગે કરી ગુન્હો કરેલ જે બાબત. સાયબર ક્રાઈમ પો.સ્ટે ખાતે ગુરન.૧૧૨૦૨૦૫૮૨૬૦૦૦૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૩૧૭(૨), ૩૧૮(૪), ૬૧(૨) તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ-૨૦૦૦ કલમ ૬૬(ડી) મુજબ ગુન્હો દાખલ થયેલ.
જે મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PWSI આર.ડી.ટાંક નાઓ ઉપરોક્ત ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી તેમજ ભ્ઘ્ કારૂભાઈ વસરા નાઓએ માહિતી એકત્રિત કરી આરોપી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
કનૈયાલાલ ખીમજીભાઈ સભાયા, જાતે પટેલ, ઉ.વ. ૩૯ ધંધો-ખેતી, રહે. નાની માટલી, તા-જી. જામનગર
(૨)લાખા રાણાભાઈ ઝાપડા, જાતે- ભરવાડ, ઉ.વ. ૩૨, ધંધો- ટ્રેક્ટર ડ્રાઇવિગ, (મૂળ રહે) ગામ-લગેડી, તાલુકો- કાલાવડ, જિલ્લો- જામનગર, (હાલ રહે) ગામ- કણકોટ, તાલુકો-લોધિકા, જિલ્લો-રાજકોટ
(૩) રાજકુમાર મુકેશભાઈ ઝાપડા, જાતે. ભરવાડ, ઉ.વ. ૨૩, ધંધો-આભ્યાસ, (મૂળ રહે) ગામ-મઘરવાડા, તાલુકો-કેશોદ, જિલ્લો- જુનાગઢ, (હાલ રહે) મેટોડા સર્વે નંબર ૧૧૨, વાઘેલા મોટર્સ પાસે, લોધિકા, મેટોડા-૩૬૦૦૨૧ ની ધરપકડ કરીને મોબાઇલ જપ્ત કરેલ છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
