News of Tuesday, 17th March 2026
મોરબીમાં ઘર અને દુકાનમાં આગ લાગતા ફાયર ટીમે પાણીનો મારો ચલાવ્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં ગત રાત્રીના એક મકાનમાં તેમજ આજે સવારે દુકાનમાં આગ લાગતા ફાયર ટીમે બંને સ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ગત રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં મોરબીના શક્તિ પ્લોટ ૧૨ નંબર શેરીમાં આવેલ મકાનમાં આગ લાગતા ફાયર ટીમ દોડી ગઈ હતી મકાનમાં રહેલ એક્ઝોક્સ ફેનમાં આગ લાગી હતી જ્યાં પાણીનો મારો ચલાવી ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ આજે સવારે ૬ વાગ્યાના અરસામાં ગાંધી ચોક પાસે ડો. તખ્તસિંહજી રોડ પર યદુનંદન ચેમ્બરમાં આવેલ દુકાનમાં આગ લાગતા ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો બંને બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
