News of Tuesday, 17th March 2026
ભાવનગરના કુંભારવાડામાં નકલી ઓઈલની ફેક્ટરી ઝડપાઈ: લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો
બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ઓઈલ પેક કરીને વેચવાનું મસમોટું કૌભાંડ ચાલતું હતું.

ભાવનગર LCB ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં દરોડા પાડી બનાવટી ઓઈલનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. અહીં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ઓઈલ પેક કરીને વેચવાનું મસમોટું કૌભાંડ ચાલતું હતું. પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તપાસમાં આગામી સમયમાં અનેક મોટા માથાઓના નામ ખુલવાની શક્યતા છે. નકલી માલના આ વેપલાથી સ્થાનિક બજારમાં ફફડાટ વ્યાપ્યો છે, જ્યારે પોલીસ તંત્રએ દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહીના સંકેત આપ્યા છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
